મિત્રો, હાલ કોરોના વાયરસની સમસ્યાને લીધે સમગ્ર દેશમા માર્ચ માસ થી લોકડાઉન લાગુ કરવામા આવ્યુ હતુ અને ત્યારથી જ શાળા કોલેજો પણ બંધ કરવામા આવી છે. જો કે, હવે અનલોક દરમિયાન થોડી થોડી છૂટછાટ આપવામાં આવી રહી છે ત્યારે હવે વાલીઓ અને વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે કે, શાળા અને કોલેજો ક્યારે ખુલશે?

હાલ, વર્તમાન સમયમા સરકાર દ્વારા નિશાળો તેમજ કોલેજો શરુ કરવા માટેની અમુક વિશેષ ગાઈડલાઈન બહાર પાડવામા આવી રહી છે. જો કે, હાલ હજુ પણ કોરોના વાયરસ ના કેસ દિન-પ્રતિદિન વધી જ રહ્યા છે એ જોતા સરકાર ના માથા પર ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે.

હાલ, રાજ્યમા જે પ્રમાણે કોવિડ સમસ્યાના કેસ વધી રહ્યા છે, તેને જોતા સરકાર દિવાળી પછી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરે તેવી શક્યતા છે. હાલ, મુખ્યમંત્રી ની આગેવાનીમાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ અંગે વિચારણા કરવામાં આવી રહી છે. હજુ પ્રાથમિક શાળા માટે કોઈ નિર્ણય લેવાઈ શકે તેમ નથી. વધુ મા સરકારે દિવાળી સુધીના તમામ તહેવારોની ઉજવણી પર પણ પ્રતિબંધ લગાવ્યો છે એ જોતા સ્પષ્ટ લાગે છે કે, દિવાળી પહેલા શાળા ખુલશે નહી.

કેન્દ્ર સરકાર દ્વારા અનલોક ના પાંચમા તબક્કા મા શાળા કોલેજો ખોલવા માટેની પરવાનગી આપવામા આવી છે પરંતુ, છેલ્લો નિર્ણય જે-તે રાજ્યની સરકારને લેવા માટે કહ્યુ છે. ગુજરાત રાજ્ય ના શિક્ષણ વિભાગના સુત્રો એ જણાવ્યુ છે કે, હાલ શાળા શરૂ થાય તેવા કોઈ સંકેત જણાઈ રહ્યા નથી. દિવાળી પછી જ માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને કોલેજો ખુલી શકે છે. જો કે તેમા પણ ગાઈડલાઈન મુજબ વિચારણા કરવામા આવશે.
