તમામ લોકો જાણતા જ હશે કે લીમડામા ઔષધીય ગુણો ભરપૂર માત્રા મા મળી આવે છે. આ એક વૃક્ષ એવું ઝાડ છે કે જે ઉનાળામા તમને ઠંડક આપે છે, આ સાથે જ આ ઝાડ ની છાલ, પાંદડા અને તેના ફળ ની સાથોસાથ ઘણી બધી વસ્તુઓ ઘણી રીતે શરીર માટે લાભદાયક છે. આ ઝાડ ના દરેક ભાગ નો ઉપયોગ આયુર્વેદમા એક ઔષધી તરીકે કરવામા આવ્યો છે.

તે ત્વચા સંબંધિત રોગોમા પણ ફાયદાકારક છે. આ કારણે જ લીમડા ને ઘણા સૌન્દર્ય સંશાધનો મા પણ વપરાય છે. તે ચેપ ને ફેલાતા અટકાવવા મા માટે પણ સક્ષમ છે. ત્વચા સંબંધિત રોગો ની સાથે લીમડા ના અન્ય ઘણા ફાયદા છે. તો ચાલો જાણીએ તેના આવા તમામ ફાયદાઓ વિશે.

ઘણી વખત રસોઈઘર મા કામ કરતા સમયે હાથ દાઝી જાય છે ત્યારે લીમડાના પાંદડા ને વાટી ને લગાવવા થી ઠંડક મળે છે. તેમાં એન્ટિસેપ્ટિક ગુણધર્મો છે, જે ઇજા ને વધતા અટકાવે છે અને ઝડપથી મટાડવામા મદદરૂપ થાય છે. આ સિવાય આ પાન ને પાણીમા ઉકાળીને નિયમિત ન્હાવા થી ત્વચા સંબંધિત રોગોમા લાભ થાય છે. ઉકાળો અથવા તો ખીલ થી થતા ઘા પર આ પાન લગાવવા થી તે ઝડપ થી મટાડે છે. આ પાન નો ફેસ પેક લગાવવા થી ખીલ પણ દૂર થાય છે.

જુના જમાના મા લોકો આ ઝાડ ના લાકડા નો ઉપયોગ દાતણ તરીકે પણ કરતા હતા. જેના લીધે દાંત તેમજ પેઢા મજબૂત બને છે. તેના નિયમિત ઉપયોગ થી દાંત મા પાયોરિયા જેવા રોગ ની કોઈ ફરિયાદ નથી રેહતી અને મોઢા ની દુર્ગંધ પણ દુર થાય છે. આ સિવાય તેના પાન વાળ માટે પણ ફાયદાકારક છે.

આ પાનથી જો નિયમિત વાળ ને ધોવામા આવે તો વાળમા ફંગલ ઇન્ફેક્શન, ખોડો જેવી વાળ થી લગતી તકલીફો થી છૂટકારો મળે છે. તે વાળ ખરવાની તકલીફ ને પણ દૂર કરે છે. આ સિવાય આ ઝાડ નુ તેલ કાનમા થતા દુખાવામા ફાયદો આપે છે. આ સાથે જ કાન મા થી જો પરું વહેતુ હોય તો પણ તમે આ તેલ નો ઉપયોગ કરી શકો છો પરંતુ જો વધારે તકલીફ હોય તો ડોક્ટર નો સમ્પર્ક કરવો.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.