- Lifestyle

શું તમે જાણો છો કે ફ્રિજમાં રાખેલા લોટ ને ફરી ઉપયોગમા લેવાથી શું થાય છે જો નહિ તો અત્યારે જ જાણી લો નહીતર પસ્તાસો

મિત્રો , મારા અને તમારા ઘર મા મોટાભાગે એવું ઘણી વાર બનતું હોય છે કે રાત્રે ભોજન ની કોઈપણ ચીજવસ્તુ વધે જેમકે, સમારેલા બટાકા હોય , સલાડ હોય ,રોટલી માટે વધેલો લોટ હોય કે અન્ય કોઈ વસ્તુ આ બધુ જ ફ્રિજ માં રાખી મુક્તા હોઈએ છીએ. પરંતુ , શું તમને ખ્યાલ છે કે આ ચીજવસ્તુઓ એવી છે કે જેને ફ્રિજ માં રાખવાથી પણ કશો લાભ નથી મળતો.

ફ્રિજ મા ગમે તેટલું ટેમ્પરેચર નીચું હોય પણ આ વસ્તુઓ અમુક સમયગાળા બાદ બગડી જ જતી હોય છે તથા તે વસ્તુઓ નું સેવન આપણા માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે આવી જ એક ચીજવસ્તુ છે રોટલી નો બાંધેલો લોટ. જેને ફ્રિજ મા સંગ્રહી ને તેનો ઉપયોગ કરી ને રોટલી બનાવવા મા આવે તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે. તંદુરસ્ત શરીર માટે આરોગ્યપ્રદ ભોજન નું સેવન કરવું આવશ્યક છે.

શરીર ની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે ખાણી-પીણી ને લગતા અમુક નીતિ-નિયમો નું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય તજજ્ઞો નું માનવું એવું છે કે આહાર હંમેશા ફ્રેશ જ ગ્રહણ કરવો જોઈએ. આ વાત નો ઉલ્લેખ આયુર્વેદ મા પણ કરવામાં આવે છે. પરંતુ , પ્રવર્તમાન સમય મા એવી ભ્રમણા ફેલાઈ ગઈ છે કે ફ્રિજ મા ખાણી-પીણી ની વસ્તુઓ રાખવાથી તે સુરક્ષિત રહે છે.

મોટા ભાગ ની ભારતીય સ્ત્રીઓ મા આવી ટેવ હોય છે કે તે એક જ વાર મા ૨-૩ વખત થાય તેટલો લોટ એકીસાથે બાંધી લેતા હોય છે. કારણ કે , હાલ ભાગ્યે જ કોઈ એવું ઘર હશે કે જ્યાં ફ્રિજ ના હોય. સ્ત્રીઓ મા એવી માનસિકતા બેસી ગઈ છે કે જો લોટ ને ફ્રિજ મા મૂકી દેવા મા આવે તો તે લાંબા સમયગાળા સુધી સારો રહે છે. આ બાંધેલા લોટ માંથી તે જરૂરિયાત પડે ત્યારે ઝડપ થી રોટલી બનાવી શકે એટલા માટે તે લોટ અગાઉ બાંધી ને રાખે છે.

પરંતુ , તેમને એ ખ્યાલ નથી રહેતો કે આ લાંબા સમયગાળા થી બાંધેલો લોટ ખાવાલાયક નથી રહેતો. વૈજ્ઞાનિકો ના મત મુજબ , ફ્રિજ મા રાખેલા આહાર મા સમાવિષ્ટ પોષકતત્વો તાજા આહાર માંથી મળતા પોષકતત્વો કરતા ખુબ જ ઓછા હોય છે. ફ્રિજ મા આહાર મુકવાથી તેમાં રહેલા પોષકતત્વો નાશ પામી જાય છે. આમ , આ આહાર ફક્ત પેટ ની ભૂખ સંતોષવા પૂરતો ઉપયોગી બને છે.

લોટ ને બાંધી ને તેનો તુરંત જ ઉપયોગ કરી લેવો નહીંતર તેમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થવા માંડે છે જે શરીર માટે અત્યંત હાનિકારક સાબિત થઇ શકે. લોટ ને ફ્રિજ મા રાખવાથી ફ્રીજ માંથી ઉત્સર્જિત થતા કિરણો આ લોટ પર પડે છે અને તે લોટ મા રહેલા પોષકતત્વો નો વિનાશ કરી નાખે છે અને આ લોટ માંથી બનેલી રોટલી નું સેવન કરવાથી તમે બીમાર પડી શકો.

આ ઉપરાંત વાસી લોટ માંથી બનાવેલી રોટલીઓ વિશે દાક્તરો નું કઈક એવું કહેવું છે કે આ રોટલીઓ નું સેવન આપણા શરીર મા પેટ ની સમસ્યાઓ ઉપજાવી શકે. આથી, વાસી ખોરાક ના સેવન નો લોકો એ ત્યાગ કરવો. આ વાસી ખોરાક ના સેવન થી ગેસ ની સમસ્યા , બવાસીર તથા ભગંદર જેવી સમસ્યાઓ પણ ઉદ્દભવી શકે. તમે બાંધેલો લોટ ને ફ્રિજ મા રાખો અને ફ્રિજ નું નીચું તાપમાન આ લોટ મા ફરમેંટેશન ની પ્રક્રિયા શરુ કરે છે.

જેના લીધે લોટ મા અનેક પ્રકાર ના બેક્ટેરિયા તથા હાનિકારક કેમિકલ્સ ઉત્સર્જિત થાય છે. આયુર્વેદ મા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે , ક્યારેય પણ વાસી ખોરાક નું સેવન ના કરવું. કારણ કે , ખોરાક વાસી થાય એટલે તેમાં ખટાશ આવી જાય છે અને તેના લીધે આપણું શરીર બીમારીઓ નું ઘર બની જાય છે. શાસ્ત્રો મા પણ એવો ઉલ્લેખ કરાયો છે કે વાસી ભોજન એ ભૂત નું ભોજન છે.

એવી માન્યતાઓ છે કે ઘર મા બાંધેલા લોટ ને લાંબા સમયગાળા સુધી સાચવી રાખવામાં આવે તો ઘર મા ભૂત-પ્રેત અથવા નકારાત્મક શક્તિઓ પ્રવેશી શકે છે. આ ઉપરાંત એવી માન્યતાઓ પણ છે કે ફ્રિજ મા વધેલો લોટ રાખવો એ પિંડ સમાન ગણાય છે અને આ ભૂત-પ્રેત તે પિંડ ને ગ્રહણ કરવા માટે ઘર મા પ્રવેશે છે. ફ્રિજ મા લાંબા સમયગાળા માટે સાચવી રાખેલો લોટ ખરાબ નથી થતો પરંતુ , બીજા દિવસે આ લોટ ની રોટલી બનાવી ને તેનું સેવન કરવામાં આવે તો તમને પેટ સંબંધિત સમસ્યાઓ ઉદ્દભવી શકે.

જેમ કે , પેટ મા દુઃખાવો , ગેસ ની સમસ્યા , અપચો , પાચનશક્તિ નબળી પાડવી , કબજિયાત વગેરે સમસ્યાઓ ઉદ્દભવે છે માટે વાસી ભોજન નું સેવન ક્યારેય પણ ના કરવું જોઈએ. આ ઉપરાંત ઇમ્યુનીટી સિસ્ટમ નબળી પડવા પાછળ પણ આ વાસી ખોરાક જવાબદાર છે. આ ઉપરાંત વાસી આહાર નું સેવન કરવાથી તમને આળસ અને થાક ની સમસ્યા ઉદ્દભવી શકે.

વાસ્તવિકતા મા તમે ફ્રિજ મા આહાર ફરી પાછો ખાવા ના ઉદ્દેશ્ય થી રાખતા હોવ છો અને ફ્રિજ મા લાંબા સમયગાળા સુધી ભોજન સડતું નથી પરંતુ , તેમાં રહેલા પોષકતત્વો નાશ પામી જાય છે. ભોજન ગ્રહણ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય પોષકતત્વો પ્રાપ્ત કરવાનો હોય છે પરંતુ , આ વાસી આહાર તમને નિર્બળ બનાવી દે છે જે તમને આળસ અને થાકોડો અપાવે છે. બટાકા મા કાર્બોહાઈડ્રેડ અને વસા નામ ના તત્વો સમાવિષ્ટ હોય છે.

જો તમે બટાકા ને ચપ્પુ વડે સમારીને રાખો તો તેનો રંગ લાલ પડી જાય છે. બાફેલા બટાકા માં અઢળક મિનરલ્સ સમાવિષ્ટ હોય છે પરંતુ , જો આ બટાકા ને લાંબા સમયગાળા સુધી સાચવીને ત્યારબાદ પુનઃ તેને ગરમ કરવા માં આવે તો તેમાં સમાવિષ્ટ પોષકતત્વો ખતમ થઈ જાય છે. વાસ્તવિકતા માં બટાટા ને વારંવાર ગરમ કરવાથી તેમાં બોટ્યુલિઝમ નામ નો બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે જે શરીર ના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે.

જો તમે પકવેલા ભાત ને ફરી પાછા ગરમ કરો છો તો તેમાં હાનિકારક બેક્ટેરિયા ઉદ્દભવવા માંડે છે. ચોખા એ એક એવી વસ્તુ છે કે જે ખુબ જ ઝડપ થી ખરાબ થાય છે. તેથી જો તમે લાંબા સમયગાળા થી પડ્યા રહેલા પકવેલા ભાત ને ફરી ગરમ કરી તેનું સેવન કરો તો તમે અનેક પ્રકાર ની બીમારીઓ જેવી કે , ડાયરિયા , ઉલ્ટી , પેટ નો દુઃખાવો , ફૂડ પોઇઝનિંગ વગેરે થી પીડાઈ શકો. આ ભાત નું સેવન તમારા શરીર ના સ્વાસ્થ્ય ને હાનિ પહોંચાડી શકે છે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…