- Lifestyle

શિમલા મનાલીની યાદ નહિ આવે આ છે ગુજરાતના ૫ બેસ્ટ ફરવા લાયક પ્લેસ

મિત્રો દિવાળીનું વેકેશન આવી રહ્યું છે ત્યારે લોકો અવનવી જગ્યાએ જવાનું પસંદ કરતાં હોય છે. આ માટે બહાર જવાની જરૂર નથી કેમ કે દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રની બોર્ડ પાસે અડીને આવેલ ડાંગ જીલ્લો એક મોટું પ્રવાસન સ્થળ ની કમ નથી. જેને ગુજરાતનું શિમલા પણ કહી શકો છો. પણ જો તમે પ્રકૃત્તિપ્રેમી હોવ અને કુદરતને પોતાની સોળે કળાએ ખીલેલી જોવી હોય.

જો તમે રોજ ની દોડ ધામ થી દૂર અને કુદરત ના ખોળે જવા ઇચ્છતા હોય તો ચોમાસામાં એકવાર તો અહીંની મુલાકાત લેવી જ જોઈએ. આ કારણે જ ચોમાસમાં અહીં આવનાર પ્રવાસીઓમાં જબરજસ્ત વધારો જોવા મળે છે. વરસાદી પાણીના કારણે અહીંના જોવાલાયક સ્થળો, જંગલો, ધોધ વગેરે તમને મોહિત કરી મુકે છે. ડાંગનું આવું જ એક સ્થળ પાછલા કેટલાક વર્ષોથી પ્રવાસીઓ આકર્ષી રહ્યું છે તે છે વનદેવી નેકલેસ અથવા ડાંગનો યુ-ટર્ન.

વનદેવી નેકલેસ
સુબીર તાલુકાનાં અને ડાંગ જીલ્લાના શીગાળાથી ગિરમાળ તરફ જઇએ ત્યારે જગલમાં વહેતી ગિરા નદીમાં આ નેકલેસ જોવા મળે છે. છેલ્લા થોડા વાર્ષો થી આ વીસ્તાર U-ટર્ન કે પછી વનદેવી નકેલેસ તરીકે પ્રવાસીઓમાં જાણીતો બન્યો છે. આ નેકલેસના બે સ્વરૂપ જોવા મળે છે. એક ચોમાસા દરમિયાન એટલે કે જૂનથી ઓગસ્ટ સુધીના સમયમાં વરસાદના કારણે જંગલના પીળાશ પડતી માટીના વધુ પ્રમાણના કારણે અહીંનો નજારો સોનાના હાર જેવો હોય છે. જ્યારે સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન અહીં પાણી ચોખું થવાથી તે ડાયમંડ નેકલેસની જેમ ચમકે છે.

ચોમાસામાં ગીરા ધોધનો અનેરો નજારો
ડાંગ જિલ્લાના વઘઇ નજીક અંબિકા નદી ઉપર આવેલો ગિરા ધોધ ખૂબ રમનીય છે. જ્યાં અંબીકા નદી પોતે જ ધોધના રૂપ માં પડે છે અને આગળ જતાં અરબી સમુદ્રમાં ભળી જાય છે. ચોમાસા દરમિયાન અંબિકા નદીમાં પાણીનો પ્રવાહ વધારે જોવા મળે છે ત્યારે આ ધોધ ઘણો જ રમણીય તેમજ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લે છે. તેમજ ધોધનો પૂષ્કળ પ્રવાહ આસપાસ આવેલી ખડકો સાથે અથડાય છે ત્યારે આપણને એવો અનુભવ થાય છે કે જાણે ધોધ ગર્જના કરી રહ્યો છે.

સાપુતારા
મિત્રો તમે આ નામ તો સાંભલુજ હશે. જે ડાંગના ગાઢ જંગલો ની વચ્ચે સહ્યાદ્રિ પર્વતમાળામાં વસેલું છે સાપુતારા. આ છે ગુજરાતનું એક બેસ્ટ હિલ સ્ટેશન છે. ઘટાદાર વૃક્ક્ષો અને ખીણો થી ઘેરાયેલું સ્થળ લોકોનું મન મોહી લે છે. અહીં તમને એડ્વેન્ચર ટુરિઝમનો મોકો પણ મળી શકે છે. અહીં ઉનાળામાં પણ તાપમાન ૨૭ ડિગ્રી કરતા ઓછું હોય છે. અહીં લેક અને બોટિંગ, સ્ટેપ ગાર્ડન, રોપ વે, સનસેટ પોઇન્ટ, સનરાઇઝ પોઇન્ટ, નવાનગર અને ઋતુભરા વિદ્યાલય જેવા જોવાલાયક સ્થળો આવેલા છે.

સનસેટ પોઈંટ – આહવા
અહી આહવાથી સાઉથ દિશા તરફ જતો રસ્તો સેહલાણીઓને સનસેટ પોઈંટ બાજુ લઈ જાય છે. સનસેટનો ભરપૂર આનંદ માણી શકાય એ માટે ખાસ બગીચો પણ બનાવવામાં આવ્યો છે. આ સાથે વિવિધ આદિવાસી ગામો અને ડાંગના જંગલનું સુંદર દ્રષ્ય જોઇ શકાય છે. કુદરતી નજારો માણવા આવતા લોકો માટે આ સ્થળ ખુબ જ રોમાંચિત કરે છે.

મહાલનું લીલુછમ જંગલ
ડાંગ જીલ્લામાં આવેલું મહાલ ગામ કે જ્યાં ડુંગરાળ અને જંગલ વિસ્તાર છે તે પૂરેપુરું જંગલથી ઘેરાયેલું છે. આ વિસ્તાર માં એટલા મોટા અને ગાઢ જંગલોના વૃક્ક્ષો છે કે સૂર્યનો પ્રકાશ પણ જમીન સુધી માંડ પહોંચે છે. દિવસે પણ અહીં અંધારું દેખાય છે. ઘણીવાર નેચર પ્રેમી આ જંગલના નજારાને માણવા માટે રાત્રી રોકાણ પણ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *