- Rashifal

શરદપૂનમની રાત્રે થાય છે આકાશ માથી અમૃતવર્ષા, આ છે શુભ સમય અને શુભ મહુરત

મિત્રો, હિંદુ ધર્મના પંચાંગ મુજબ આવનાર ૩૦ તારીખના રોજ પૂનમ ની શુભ તિથિ આવેલી છે. આ પૂનમ ની તિથિને શરદપૂનમ પણ કહેવામા આવે છે. આ શરદપૂનમ ને અન્ય કૌમુદી વ્રત, કોજાગરી પૂનમ અને રાસ પૂનમના નામથી પણ ઓળખવામા આવે છે.

શુ છે  આ વિશેની પૌરાણિક માન્યતા :

પૌરાણિક માન્યતાઓ મુજબ પ્રભુ શ્રી કૃષ્ણ એ શરદ પૂનમના દિવસે જ મહારાસ રચ્યો હતો. આ ઉપરાંત એવી ધાર્મિક માન્યતાઓ પણ છે કે, આ રાત્રે ચંદ્ર ની કિરણોમાંથી અમૃતના બૂંદ પૃથ્વી પર પડે છે. આ રાત્રે ખીર બનાવવાની એક વિશેષ પરંપરા છે. આ પૂનમની રાત ને “ચાંદની રાત” તરીકે પણ ઓળખવામા આવે છે. આ દિવસે ચંદ્ર ખૂબ જ સુંદર અને મનમોહક લાગે છે.

શરદ પૂનમ ના દિવસના શુભ સમય અને શુભ મહુરત :

શરદપૂનમ ની તિથિ નો પ્રારંભ સાંજના સાત વાગ્યે અને પિસ્તાલીસ મીનીટે થશે.

શરદપૂનમ ની તિથી પર ચંદ્રોદય સાંજના સાત વાગ્યે અને બાર મીનીટે થશે.

શરદપૂનમ ની તિથિ સમાપ્ત સમય રાત્રીના આઠ વાગ્યે અને અઢાર મિનીટ નો રહેશે.

શરદ પૂનમનુ વ્રત :

શરદ પૂનમના આ વ્રત ને આપણા હિંદુ ધર્મમા વિશેષ માનવામા આવે છે. એવુ માનવામા આવે છે કે, આ વ્રત રાખવાથી તમને તમામ બીમારીઓમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત જે લોકો ગંભીર બીમારીઓથી પીડાય છે તેમના માટે શરદપૂનમ નુ વ્રત ખૂબ જ ફળદાયી માનવામા આવે છે. વિશેષ વાત તો એ છે કે, શરદપૂનમ ની સાંજે ખીર બનાવવામા આવે છે અને આ ખીરને રાત્રે ચંદ્ર ની શીતળ ચાંદની હેઠળ રાખવામા આવે છે અને બીજા દિવસે જ આ ખીર પ્રસાદ તરીકે ગ્રહણ કરવામાં આવે છે. 

આ વ્રત સંતાનની લાંબી આયુ માટે રાખવામા આવે છે. આ વ્રત તમારા જીવનમા સુખ અને સમૃદ્ધિ લાવે છે. આ દિવસે તાંબા અથવા માટીના કળશ પર વસ્ત્રથી ઢંકાયેલ લક્ષ્મીની પ્રતિમા સ્થાપિત કરીને પૂજા કરવામા આવે છે. આ દિવસે ઘી ના ૧૦૦ દીવા પ્રગટાવવામાં આવે છે. આમ, કરવાથી ઘરમા સદાય માતા લક્ષ્મીજી નો આશીર્વાદ મળી રહે છે અને નકારાત્મક ઉર્જા નો નાશ થાય છે.

0

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *