- Religious

આ સાત વસ્તુઓ ને માનવામા આવે છે અપશુકન, તેના લીધે ઘણી વખત બગડે છે કામ ! જાણો સમ્પૂર્ણ માહિતી

મિત્રો, આપણે બાળપણથી જ વડીલો પાસેથી સાંભળતા આવ્યા છીએ કે જો આમ ના કરતો આ અપશુકન ગણાય.  પછી તે ભલે બિલાડીએ પોતાનો રસ્તો કાપવાનો હોય કે દૂધ નીચે જતું રહે. આ વાતો નો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી પરંતુ, આ માન્યતા ઓ જૂના સમયથી પ્રચલિત છે. તેથી, ઘણા લોકો આજ સુધી તેમનુ પાલન કરે છે. તો ચાલો આજે આપણે જાણીએ આવી જ અમુક બાબતો વિશે જેને ખરાબ શુકન નુ નામ આપવામા આવ્યુ છે.

એવુ કહેવામાં આવે છે કે, જો સવારે ડોલ ખાલી દેખાય તો તે અપશુકન છે માટે ડોલને ક્યારેય પણ ખાલી ના રાખવી. તે આપણા કાર્યોને અવરોધે છે. આ સિવાય  ઉકળતુ દૂધ એ શુભ સંકેત છે પરંતુ, જો તે ઉકળીને જમીન પર પડે છે તો તે અશુભ કહેવાય છે. એવી માન્યતાઓ છે કે, જો આવુ થાય છે તો તે અકસ્માત અથવા નુકસાન ની નિશાની છે.

આ ઉપરાંત ગ્લાસ નુ તુટવુ પણ અત્યંત અશુભ માનવામાં આવે છે. એવુ કહેવામાં આવે છે કે, જો તૂટેલા અરીસામા જોવામા આવે તો તે સારુ નથી. આ પ્રકારનો અરીસો ઘરે રાખવાથી ધનહાની થાય છે. આ સિવાય સાવરણી મા માતા લક્ષ્મી વાસ કરે છે એટલે કોઈએ ક્યારેય પણ સાવરણી પર પગ ના મૂકવો જોઈએ કે ના તો તેને પાર કરવી જોઇએ. આ સિવાય સાંજે કચરો કાઢવામા આવે તો તે માતા લક્ષ્મીજી નુ અપમાન થયુ ગણાય છે માટે આવુ ના કરવુ.

એવુ કહેવામા આવે છે કે, કોઈ શુભ કાર્ય પહેલાં અથવા ઘર છોડતા પહેલા જો કોઈને છીંક આવે તો તેને અશુભ માનવામા આવે છે. જો આવુ થાય તો તમારે પાણી પીધા પછી ઘર છોડી દેવુ જોઈએ અથવા ઘરની અંદર પાછા જવુ જોઈએ. આ ઉપરાંત જો કરોળિયાના જાળા હોવા અશુભ ગણાય છે. આ ઉપરાંત જો બિલાડી રસ્તો કાપી જાય છે, તો તેને ખરાબ શુકન કહેવામા આવે છે અને તેને રસ્તો ઓળંગવો જોઈએ નહીં. તે અશુભ ઘટનાની નિશાની છે.

વિશેષ નોંધ :

આ લેખમા દર્શાવવામા આવેલી કોઈપણ માહિતી નુ અમે સમર્થન નથી કરતા. આ લેખમા દર્શાવવામા આવેલી વાતો ફક્ત માહિતી હેતુસર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *