- News

તમે પણ SBI નું એટીએમ ધરાવતા હોઈ તો મળી શકે છે 15 લાખ થી વધુ નો એક્સિડેન્ટલ વીમો

આજ ના સમય મા આપણે ઘણા બધા અને જાત-જાત ના કાર્ડ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ કાર્ડ મા તમે મોટેભાગે સાંભળ્યુ હશે જ ડેબીટ અથવા તો ક્રેડિટ કાર્ડ વિશે. પરંતુ આપણ ને ખબર નથી હોતી કે તેમા કઈ-કઈ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. એવી ઘણી બેંકો છે કે જે પોતાના ડેબિટ કાર્ડ્સ પર વીમો આપતી હોય છે. આ વીમા કવર કાર્ડ ના પ્રકાર પ્રમાણે નક્કી કરવામા આવે છે. જેમ જો વાત કરીએ “SBI RuPay” પ્લેટિનમ ડેબિટ કાર્ડ ની તો તેમા બે લાખ રૂપિયા સુધી નુ વીમા કવચ મળે છે.

તો ચાલો આજ ના આર્ટીકલ મા જાણી લઈએ કે કયા પ્રકારના ડેબિટ કાર્ડમા કેવી સુવિધાઓ ઉપલબ્ધ છે

તમારો પોતાનો દુર્ઘટના વીમો

કોઇપણ પ્રકાર ની થયેલી દુર્ઘટના ની તારીખ પહેલા અથવા તો કાર્ડ એક્ટીવ થયા ના ૯૦ દિવસ પહેલા કોઈપણ પ્લેટફોર્મ મારફતે જેમકે ATM/ PoS/ ઇ-કોમર્સ પર કાર્ડ નો ઓછામા ઓછો એકવખત ઉપયોગ કરવામા આવ્યો હોય તો આ વીમો ઓપરેશનલ કવર થાય છે. આ ડેબિટ કાર્ડ ધારકો ની મૃત્યુ ના સંજોગોમા તેમા વધારો કરવામા આવે છે.

પર્સનલ એયર એક્સિડેન્ટલ વીમો જો મૃત્યુ થઇ જાય તો

કોઇપણ સંજોગોવશ જો ડેબિટ કાર્ડ ધારક ની હવાઈયાત્રા કરતા સમયે મૃત્યુ થાય છે. તો આવી પરીસ્થિતિમા જો કાર્ડ ધારકો દ્વારા પોતાના ડેબિટ કાર્ડ ના ઉપયોગ થી ટિકિટ ની ખરીદી કરી હોય, તો પછી આવા કિસ્સાઓ મા તેમને વ્યક્તિગત આકસ્મિક વીમા નો લાભ મળવાપાત્ર છે.

પરચેઝ પ્રોટેક્શન કવર

આ પોલીસી અંતર્ગત કોઇપણ માલ ની ખરીદી ના ૯૦ દિવસ ની અંદર જો તે ખરાબ થાય છે તો આ ખરાબ થનારો માલ, ઝવેરાત, મકાન, ચોરી, ઘરફોડ ચોરી, વાહન ચોરી સહિત ના નુકસાન ને કવર કરે છે. પરંતુ શરત એ હોય છે કે આ તમામ વસ્તુઓ ની ખરીદી એસ.બી.આઇ ડેબિટ કાર્ડ દ્વારા પોઇન્ટ ઓફ સેલ એટલે મર્ચન્ટ એસ્ટાબ્લિશમેન્ટ માથી ખરીદવામા આવ્યો હોય. આ સાથે સેલેરી પેકેજ ખાતા ધારકો ને મળતા એસ.બી.આઇ ડેબિટ કાર્ડ જેવા કે તમામ માસ્ટરકાર્ડ, મેસ્ટ્રો, વિઝા વગેરે ઇશ્યૂ કરવામા આવતા બે લાખ રૂપિયા સુધી નુ ખરીદી સુરક્ષા કવર નો લાભ પ્રાપ્ત થાય છે.

એડ ઓન્સ  કવર્સ

જો કોઇપણ પ્રકાર ની મુસાફરી કરતા સમયે તમારો સામાન ખોવાઈ જાય છે તો તમને ચેક્ડ ઈન બેગેજ લોસ કવર મળે છે. આ કોઇપણ વિમાન કંપની દ્વારા ઉપલબ્ધ કવર સિવાય નો ગણવામા આવશે. પરંતુ તેમાં પણ એક શરત એ છે કે એયર ટિકિટ એસ.બી.આઈ ડેબિટ કાર્ડ થી જ ખરીદવામા આવી હોય. તેને પચીસ હજાર રૂપિયા સુધી નુ કવર રકમ પેટે મળવાપાત્ર છે. આ માટે તમારી આગળ ગોલ્ડ નુ માસ્ટરકાર્ડ/વિઝા કાર્ડ, યુવા (વિઝા), પ્લેટિનમ નુ માસ્ટરકાર્ડ/વિઝા કાર્ડ, પ્રાઇડ માસ્ટરકાર્ડ/વિઝા કાર્ડ,  પ્રીમિયમ નુ માસ્ટરકાર્ડ/વિઝા કાર્ડ અથવા તો સહી નુ વિઝા કાર્ડ હોવું જોઈએ.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *