- Health

જો તમે ડેન્ગ્યુ ની સમસ્યા થી મુક્તિ મેળવવા ઈચ્છો છો તો અજમાવો આ ઘરગથ્થુ ઉપાય અને મેળવો રાહત 

મિત્રો, ડેન્ગ્યુ અને તાવ એ એનોફીલીસ માદા મચ્છર કરડવાથી થાય છે અને જો તમે તેની સારવારમા થોડો વિલંબ અથવા બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. આ તાવ ઘણીવાર વાયરસની સમસ્યાને કારણે આવે છે. તે એન્ટીબાયોટીક્સ થી મટાડી શકતો નથી. તેને હડીતોડ તાવ પણ કહેવામા આવે છે કારણકે, આ પ્રકારના તાવમા હાડકામા અસહ્ય પીડા થતી હોય છે.

આ બીમારીના લક્ષણોમાં એકાએક તીવ્ર તાવ , શરદી , સ્નાયુઓમાં દુખાવો , સાંધા નો દુ:ખાવો , તીવ્ર માથા નો દુ:ખાવો , ઉબકા , ઉલટી થવી , ત્વચા લાલ પડી જવી વગેરે સમસ્યાઓનો સમાવેશ થાય છે. આ તાવની સમસ્યા એ છે કે, તેના પ્રારંભિક લક્ષણો હળવા હોય શકે છે, જેને સામાન્ય શરદી અથવા વાયરલ ના લક્ષણો તરીકે સમજવામા આવે છે. અમુક કિસ્સાઓમા આ તાવ ગંભીર પણ બની શકે છે.

આ તાવ તમારા માટે જીવલેણ સાબિત થઇ શકે છે. તેમા દર્દીને બ્લડપ્રેશરનુ જોખમ પણ સાબિત થઇ શકે છે. આ સમસ્યા ના નિદાનમા અમુક પ્રકારના છોડ ના પાંદડા અને ઘાસ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેનો ઉપયોગ કરીને તમે આ સમસ્યામા સરળતાથી રાહત મેળવી શકો. તો ચાલો જાણીએ આ વિશે.

લીમડા ના પાન :

આ પાન અથવા તો તેનો અર્ક પીવાથી તમને આ સમસ્યામા રાહત મળી શકે છે. આ પાનના રસનુ સેવન કરવાથી લોહી ના પ્લેટલેટ અને શ્વેત રક્તકણોમા વધારો કરે છે.  આ ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિમા સુધારો કરી શકે છે.

પપાયા ના પાંદડાનો  રસ :

આ પાન પણ તમારી આ સમસ્યાને દૂર કરવા માટેનો પ્રાકૃતિક ઈલાજ છે. જો તમે આ પાંદડા ને પીસીને તેનો રસ કાઢી તેને ગાળીને નિયમિત સેવન કરો તો તમારા પ્લેટલેટ ની ગણતરીમા વધારો કરે છે. આ સિવાય તેમા સમાવિષ્ટ વિટામિન-સી તમારી રોગપ્રતિકારક શક્તિ ને વધારે છે અને લોહીમા હાજર ઝેર ને બહાર કાઢવામા મદદ કરે છે.

તુલસી ના પાન :

આયુર્વેદમાં લાંબા સમય સુધી આ તાવ ની સારવાર માટે તુલસી ના પાન લેવાની ભલામણ કરવામા આવી છે. જો કાળા મરીમા તુલસી ના પાન નો ઉકાળો પીવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબુત બને છે .

મેથી ના પાન :

આ પાન એ તાવ ની સાથે-સાથે દુ:ખાવામા પણ રાહત અપાવી શકે છે. આ તાવના લક્ષણો ઘટાડવા માટે મેથી ના પાન એક લોકપ્રિય ઘરગથ્થુ ઉપાય છે એટલુ જ નહી સારી ઊંઘ લેવામા પણ સહાયરૂપ સાબિત થાય છે.

ગિલોય :

આ ફળનો ઉપયોગ તાવ માટે નેવુ ટકા આયુર્વેદિક ઔષધી આવશ્યક ઘટક તરીકે થાય છે. આ ફળનો ઉપયોગ લાંબા સમયથી આવતા તાવ અને બીમારીની સારવાર માટે કરવામા આવે છે. તે તાવ ના લક્ષણો ઘટાડે છે અને લોહીમા પ્લેટલેટ ની ગણતરી વધારે છે. તુલસીના પાન સાથે આ વસ્તુનુ સેવન કરવુ ખુબ જ વધારે લાભદાયી છે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *