- News

શું તમારે પણ કાર માં એવરેજ ઓછી આવે છે? હોઈ શકે આ પાંચ કારણો, આવો જાણીએ

ભારત માં પેટ્રોલ અને ડીઝલની કિંમત સતત  વધતી-ઘટતી રહે છે . અને તે સાથે  જ રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા પણ સતત વધે  છે, તેવામાં વાહનોમાં ઈંધણ  વપરાશ ખૂબ  વધી જાય છે. પણ   છતાં ઘણા  માણસો એવા છે જે ખોટી રીતે વાહન ચલાવે છે અને ઈંધણનો વપરાશ વધારી દે છે. તેવામાં અમે તમને સાવચેત કરીએ  છીએ કે આ  ૫ કારણ છે  જે તમારી વાહનની એવરેજમાં રોક  લગાવી દે છે.

ખરાબ સર્વિસ પણ કરે છે એવરેજ પર અસર

મોટાભાગે માણસો  પૈસા બચાવવા ના  જુગાડ માં નજીક ની  જગ્યાએ પોતાની વાહનની સર્વિસ કરાવે છે, સાથે જ સસ્તા અને લોકલ સસ્તા  પાર્ટ્સ પણ નખાવે છે, જે આગળ જતાં ઘણા હાનિકારક સાબિત થાય છે. તેથી જ યોગ્ય જગ્યાએ સર્વિસ કરાવવાં નો આગ્રહ રાખો  અને કોઇપણ સર્વિસ  નો ટાઈમ ના ચૂકો.

વધારાનો સમાન ન મુકો

માણસો પોતાની વાહનમાં જરૂરિયાત કરતાં વધારે વસ્તુ રાખે છે જેના કારણે વાહનનું વજન  વધારે થઈ જાય છે. તેવામાં એન્જિને વધારે તાકાત લગાવવી પડે છે જેના કારણે ઈંધણનો વધારે વપરાશ થાય છે. તેથી પોતાની વાહનમાં એટલી  જ વસ્તુ મુકો જેટલાની તમારે જરૂરિયાત છે.

વારવાર ક્લચ નો ઉપયોગ ના કરવો 

વાહન ચલાવતી વખતે વારંવાર ક્લચ નો ઉપયોગ ઈંધણનો વપરાશ વધારે છે અને સાથે જ ક્લચ પ્લેટ્સને પણ ભારે હાનિ પહોંચે છે. તેથી જ્યારે જરૂરિયાત પડે ત્યારે જ ક્લચ નો ઉપયોગ કરવો . આ ઉપરાંત ડ્રાઇવ દરમિયાન એક્સિલરેટર પેડલને આરામથી દબાવવો , આમ કરવાથી તમારા  વાહનમાં ઈંધણનો વપરાશ ઓછો થઇ જશે.

ટાયરમાં હવાનું ઓછુ દબાણ છે મોટુ કારણ

જો તમે તમારી વાહનના ટાયરમાં રેગ્યુલર એર પ્રેશનર નથી રાખતા તો તે ઓછી એવરેજનું એક મોટુ કારણ હોઇ શકે છે. તેથી અઠવાડિયામાં બે વાર ટાયર  હવા નું દબાણ ચેક કરાવવું . તેનાથી વાહનની એવરેજ  વધારે સારી આવસે .

લોઅર ગેરમાં વાહન ચલાવવી હાનિકારક

વાહન ચલાવતી વખતે લોઅર ગેરમાં આવવુ પડે તો એક્સિલરેટર જરા પણ  ના દબાવો  કેમકે  તેનાથી  ઈંધણનો વપરાશ વધી જાય છે અને એવરેજ ઘટે  છે. જો તમે પણ તમારી વાહન ની એવરેજમાં વધારો કરવા માગતા હોવ તો આજથી જ આ વાતોને ધ્યાનમાં રાખો, અને તેનો અમલ કરો  તમને વધારે  સારુ પરિણામ મળશે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *