- Health

સંધિવા અને હૃદયરોગ જેવી સમસ્યાઓ ને જડમુળથી દૂર કરવા ઈચ્છતા હોવ તો અવશ્ય કરો આ વસ્તુ નુ સેવન 

મિત્રો, વર્તમાન સમયમા દરેક વ્યક્તિ એવુ ઈચ્છે છે કે, તેનુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે. એવામા તમારા સ્વાસ્થ્યનુ ધ્યાન રાખવા માટે આજે અમે તમારા માટે લસણના અમુક અસરકારક નુસખાઓ જણાવીશું. જો તમે તમારા રોજીંદા ભોજનમા આ વસ્તુનો સમાવેશ કરશો તો તમને અવશ્ય લાભ પહોંચશે.

જો તમે લસણ ની એક કરી ને રાત આખી એક કપ પાણી મા પલાળીને રાખો તેમજ ત્યારબાદ આ પાણી ને સવારે નયણાં કોઠે સેવન કરો તો તમને કોલેસ્ટ્રોલ, હ્રદયરોગ તથા સંધિવા જેવી સમસ્યામા રાહત મળશે. આ સિવાય જો તમે પચાસ ગ્રામ લસણ ને વાટીને તેને સો ગ્રામ સરસિયાના તેલમાં, તલના તેલમાં અથવા તો જૈતૂન ના તેલમા ઉકાળીને ગાળી લો. આ ઉપાય અજમાવવાથી તમને સાંધાના સોજામા અને દર્દમા અવશ્ય રાહત મળશે.

આ લસણમા ફ્રી રેડિકલ્સ ને રોકવાની ક્ષમતા રહેલી છે માટે જો તમે કોઈપણ પ્રકારના કેન્સરની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો તેના નિદાન માટે તે ખુબજ લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમે ખીલની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો ખીલ પર લસણ નો રસ કાઢી તેમા થોડુ પાણી મિક્સ કરીને નિયમિત લગાવશો તો ધીમે-ધીમે ખીલ દૂર થઈ જશે અને સ્કિન પર દાગ-ધબ્બા પણ નહીં રહે.

આ સિવાય લસણ નુ ઓઈલ હથેળી અને પગમા લગાવવામા આવે તો મચ્છરો પાસે આવતા નથી અને કરડતા પણ નથી અને સાથે જ ત્વચા પણ સુંવાળી થાય છે. આ ઉપરાંત લસણમા એન્ટીબેક્ટેરિયલ તત્વ સમાવિષ્ટ હોય છે. જો તમને ખીલ અને ફોડલી ની સમસ્યા રહેતી હોય તો તમારે ન્ય્મિત તેનુ સેવન કરવું જોઈએ.

કોલેસ્ટ્રોલ ના રોગીઓ માટે પણ તેનુ સેવન અત્યંત લાભદાયી સાબિત થાય છે. તે તમારા લોહીને પાતળુ કરવામાં મદદ કરે છે અને શરીરમા લોહી ઘટ્ટ થવાથી રોકે છે. સરસિયા ના ઓઈલ માં લસણની કળી નાખી ઉકાળીને આ તેલ કાનમાં નાખવામાં આવે તો કાન ના દુ:ખાવામાં તરત જ રાહત મળે છે.

બદલાતા મોસમમાં મોટાભાગે કોઈપણ ઉંમરના લોકો ને કફ અને ઉધરસ ની સમસ્યા થતી હોય છે, આવામાં જો તમે લસણનુ નિયમિત સેવન કરો તો આ કફની સમસ્યામાંથી રાહત મેળવી શકો. નિયમિત લસણનુ સેવન કરવાથી બ્લડપ્રેશર પણ નિયંત્રણમા રહે છે. એસિડિટી અને ગેસ ની સમસ્યા પણ લસણના સેવનથી દૂર થાય છે. જો  હાથ-પગમાં કળતર થતી હોય તો લસણ અને સૂંઠને ઘી મા શેકી મધ સાથે થોડા દિવસ ખાવ તો કળતર દૂર થાય છે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *