મિત્રો, હાલ કોરોના ની સમસ્યા નો હાહાકાર સમગ્ર વિશ્વમા ફેલાયેલો છે અને આ સમસ્યાને દૂર કરવા માટે લોકડાઉન જેવા કડક પગલા પણ લેવામા આવ્યા હતા. આ લોકડાઉન પછી લોકો એટલા ડરી ચુક્યા છે કે બહાર નીકળીને ખાવાનુ અવગણવા લાગ્યા છે અને અ કારણોસર તે પોતાની મનપસંદ વસ્તુ ની મજા માણી શકતા નથી. આજે આ લેખમા અમે તમારા માટે સ્વાદિષ્ટ કેક ઘરેબેઠા કેવી રીતે બનાવવુ તેની રેસીપી લઈને આવ્યા છીએ. તો ચાલો જાણીએ આ રેસીપી વિશે.

આવશ્યક સાધન સામગ્રી :
મેંદો : ૧ બાઉલ , દળેલી ખાંડ : ૧ બાઉલ , માખણ : ૧ ચમચી , બેકિંગ સોડા : ૧ ચમચી , દૂધ : ૧ ગ્લાસ , વેનીલા એસન્સ : ૧ ચમચી , ઈંડા : ૨ નંગ

વિધિ :
ઘરે કેક બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમા મેંદો ઉમેરો. ત્યારબાદ આ બાઉલમા દળેલી ખાંડ , બેકિંગ સોડા , દૂધ , વેનીલા એસેન્સ અને ઈંડા ઉમેરો. ત્યારબાદ આ બધી જ વસ્તુઓને યોગ્ય રીતે મિક્સ કરી લો. ત્યારબાદ એક વાસણમા માખણ લગાડી તેમા આ તૈયાર કરેલુ મિશ્રણ ઉમેરો. ત્યારબાદ તેને બેક થવા માટે મૂકી દો. જ્યારે આ કેક ઠંડી થઈ જાય ત્યારે સજાવટ માટે કેક ની ઉપર ક્રીમ અને ચોકોલેટ ચિપ્સ ઉમેરી દો. તો તૈયાર છે તમારી ઘરે બનાવેલી સ્વાદિષ્ટ કેક.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.