- History, Religious

પીપળા ના વૃક્ષ ની પૂજા કરવાથી શનિદેવ નો પ્રકોપ ઓછો થશે અને ઘર માં સુખ અને સમૃદ્ધિ આવશે

મારા પ્રિય મિત્રો, આપણા શાસ્ત્રોમાં શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવ્યા છે. તેઓ તેમના કાર્યો અનુસાર તેમને બદલો આપે છે. બધા દેવોમાં શનિદેવનો ક્રોધ ખૂબ જ મહાન છે. જેની સામે કોઈ સામાન્ય વ્યક્તિ ટકી શકશે નહીં..

જો તમે પણ બન્યા હોવ શનિદેવ ના કોપ ના ભાગી અને તમારા જીવન માં પણ સમસ્યાઓ નો પહાડ તૂટી પડયો હોય તો તેના નિવારણ માચે હાલ તમને આ લેખ માં એક અત્યંત પ્રાચીન અને પવિત્ર એવા વૃક્ષ વિશે જણાવીશ જેનું નિયમિત પૂજન કરવાથી તમે આ શનિદેવ ના પ્રકોપ માંથી મુક્તિ મેળવી શકશો. તો ચાલો જાણીએ આ વૃક્ષ વિશે.

આ પ્રાચીન અને પવિત્ર વૃક્ષ છે પીપળા નું વૃક્ષ. પીપળા ના વૃક્ષ ને આપણાં હિંદુ ધર્મ માં તથા પૌરાણિક શાસ્ત્રો માં પરમ પૂજનીય ગણવામાં આવે છે. હિંદુ ધર્મ માં આ વૃક્ષ એક વિશિષ્ટ અને આગવું સ્થાન ધરાવે છે. આ વૃક્ષ સાથે લોકો ની અડળક શ્રધ્ધાઓ તથા માન્યતાઓ જોડાયેલી છે.

આ ઉપરાંત વૈજ્ઞાનિક દ્રષ્ટીકોણ થી પણ પીપળાનું વૃક્ષ આપણાં માટે અત્યંત। ભદાયી સાબિત થાય છે. આ પીપળા નુ વૃક્ષ જયા પણ હોય ત્યાં ની આસપાસ નું વાતાવરણ શુધ્ધ અને ચોખ્ખું રહે છે. આ સિવાય પીપળા ના વૃક્ષ પાસે રહેવાથી આપણને ફ્રેશ અને તાજો ઓક્સિજન પ્રાપ્ત થઈ રહે છે.

પૌરાણિક શાસ્ત્રો અનુસાર પીપળા ના વૃક્ષ માં સ્વયં શ્રી કૃષ્ણ નો વાસ થાય છે એવું માનવામાં આવે છે. આ ઉપરાંત જો તમારા ઘર અથવા કાર્યસ્થળ ની આસપાસ પીપળા નું વૃક્ષ હોય તો ત્યાં આસપાસ નું વાતાવરણ સકારાત્મક બની રહે છે.

આ ઉપરાંત જો તમારી કુંડળી માં કોઈપણ પ્રકાર નો દોષ હોય તો તેના નિવારણ માટે પીપળા નું પૂજન અત્યંત લાભદાયી સાબિત થઈ શકે છે. પીપળા નું નિયમિત પરોઢે ઉઠીને સ્નાન કરીને પૂજન કરી તેને જળ અર્પણ કરવામાં આવે તો તમારી કુંડળી માં રહેલા તમામ દોષો દૂર થાય છે એટલે કે તમને તમામ દોષો માંથી મુક્તિ મળે. તો આ સિવાય ના પીપળા ના પૂજન થી પ્રાપ્ત થતાં લાભો વિશે જાણીએ.

પીપળા ના પૂજન થી પ્રાપ્ત થતાં લાભો :

જો શનિવાર ના પવિત્ર દિવસે પાણીમાં ગોળ અથવા મિશ્રી ઉમેરીને આ જળ ને પીપળા ના વૃક્ષ ને અર્પણ કરવામાં આવે તો શનિદેવ નો ક્રોધ શાંત થઈ જાય છે અને તે અત્યંત પ્રસન્ન થાય છે.

જો શનિવાર ના પાવન દિવસ પર પીપળા ના વૃક્ષ ની પાસે તેલ નો દીવડો પ્રગટાવવા માં આવે તો શનિદેવ ની અસીમ કૃપા તમારા પર વરસે.

આ ઉપરાંત જો શનિવાર ના દિવસે પીપળા ના વૃક્ષ ની નીચે બેસી ને પ્રભુ ની ભક્તિમાં લીન થઈ જવામાં આવે તો પ્રભુ શનિદેવ તુરંત પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ નો અંત આવે છે.

જો અમાસ ના દિવસે પીપ યળાના વૃક્ષ ને જળ અર્પણ કરવામાં આવે તો તમારા મન ની તમામ મહત્વકાંક્ષાઓ પૂર્ણ થાય છે તથા તમારા વિચારો સકારાત્મક બને છે.

પીપળા નાં પર્ણો પર સિંદુર થી ‘હિં’ લખીને શનિદેવ ના મંદિર માં આ પર્ણો ને અર્પણ કરવામાં આવે તે તમારી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.

જો શનિવાર ના દિવસે મસૂર ની દાળ તથા ચણાની દાળનું જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવામાં આવે તો ઘરમાં સુખ-શાંતિ તથા સમૃદ્ધિ જળવાઈ રહે. તો મિત્રો , ઉપરોકત દર્શાવેલા ફાયદાઓ જાણીને તમે અંદાજો લગાવી શકો કે પીપળો એ આપણાં જીવન માટે કેટલો મહત્વનો તથા ઉપયોગી છે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

About Dhara Kanteshiya

Read All Posts By Dhara Kanteshiya