હાલ ના આ કોરોનાકાળ મા જાણે જીવન થંભી ગયુ હોય તેવું લાગે છે. પહેલા ની જેમ લોકો રજા ના દિવસો મા પરિવાર સાથે હરવા ફરવાની સાથોસાથ પોતાની મનપસંદ વાનગીઓ નો આનંદ માણવા જુદી-જુદી જગ્યાએ જતા હતા, ત્યારે હવે ખાવાનુ તો દૂર પણ કામ વગર ઘર ની બહાર નીકળવાનુ પણ ટાળી રહ્યા છે. આવામા જો તમે તમારો વીકએન્ડ ને ખાસ બનાવવા માંગતા હોય, તો આજે જ ઘરે બનાવો હોટેલ જેવા નુડલ્સ સ્પ્રિંગ રોલ.

સામગ્રી :
એક કપ મેંદો, બે ચમચ તેલ, નમક સ્વાદ પ્રમાણે, એક કપ ઉકાળેલા નુડલ્સ, અડધી ચમચી આદુ ની પેસ્ટ, ૧/૪ ચમચી મરી પાઉડર, બે નંગ લીલી મરચી ઝીણી સમારેલી, એક ચમચી લીંબૂ નો રસ અથવા વિનેગર, એક ચમચી સોયા સોસ, બે ચમચી મેંદા નો ગાળ અને તળવા માટે તેલ.

રીત
તો સૌપ્રથમ એક વાસણમા ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે મેંદો, તેલ તેમજ નમક ઉમેરીને તમામ વસ્તુઓ ને એક સાથે ભેળવી લો. હવે તેમા જરૂર પ્રમાણે પાણી ઉમેરીને તેનો લોટ બાંધી લો અને લોટ ને ઢીલો બાંધવો. હવે તેને ૧૫ મિનિટ માટે રાખી મુકો. આ બાદ એક પેન મા તેલ ગરમ કરવા માટે રાખો અને તેમા આદુ ની પેસ્ટ તેમજ લીલી મરચી નાખીને સાંતળવી. ત્યારબાદ તેમા વટાણા ના દાણા, કેપ્સિકમ તેમજ કોબી નાખીને આ મિશ્રણ ને બે મિનિટ સુધી ગરમ કરવુ.

ત્યારબાદ તેમા બાકી ની રહેલી બધી જ વસ્તુઓ ઉમેરીને થોડો સમય રાખો. ત્યારબાદ આ મેંદા ના નાના-નાના લુઆ બનાવીને તેની રોટલી વણી લેવી. હવે તેને બંને તરફ થી થોડી-થોડી શેકી લો. આ તૈયાર રોટલીઓ મા હવે તૈયાર કરેલુ સ્ટફીંગ ભરી લેવુ. તેને મેંદા ના ઘોળ મા ડુબાડીને તળી લો. હવે એક પછી એક આમ તળી લો અને લો હવે તૈયાર છે તમારા ક્રિસ્પી નુડલ્સ સ્પ્રિંગ રોલ.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.