શિવ મંદિર વિશે તો ઘણા લોકોએ સાંભળ્યું હશે. પરંતુ આજે અમે તમને એવા શિવમંદિર વિશે વાત કરવાના છીએ ત્યાં વર્ષોથી ઘી ના માટલા સાચવી રાખવામાં આવ્યા છે. બાકીના માટલામાં કોઈપણ પ્રકારની જીવાત કે કોઈપણ પ્રકારની વાસ આવતી નથી આ વાત છે ખેડા જિલ્લાના રઢું ગામ. અહીંયા એક મહાદેવનું મંદિર આવેલું છે. તે મંદિરમાં આશરે ૬૦૦ વર્ષથી પણ વધારે ઘી ના ડબ્બા ભરેલા છે. ૭૫૦ થી પણ વધારે ના માટલા ભરેલા છે. અહીંયા મંદિરના સામાન્ય રૂમમાં થી રાખવામાં આવ્યું છે.

જ્યાં તેના જથથો દરરોજ વધતો જાય છે.અંદાજે ૧૨થી ૧૪ હજાર કિલો જેટલું ઘી આ મંદિરમાં રાખવામાં આવ્યું છે. જેની કોઈ વાસ આવતી નથી કે કોઈ બેક્ટેરિયા નથી. તે મંદિરની બહાર લઈ જઈ શકાતું નથી. તેમજ તેનો કોઈ બીજો ઉપયોગ કરી શકાતો નથી. એક માન્યતા પ્રમાણે જે લોકો આવું કરે છે તેમને ખૂબ જ મોટું નુકસાન થાય છે. તેથી કામનાથ મહાદેવના મંદિરમાં બે મોટી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી છે. સાતસો વર્ષો પહેલાં સતત પ્રજ્વલિત થઇ રહી છે.

આ ઉપરાંત શ્રાવણ મહિના દરમ્યાન મંદિરના આંગણમાં એક ઘીનો યજ્ઞ કરવામાં આવે છે. જેમાં ઘી હોમવામાં આવે છે. પરંતુ દરરોજ અહીંયા ઘી વધારે થાય છે. એનો આવતો જથ્થો અહીં અટકાવી શકાતો નથી. આટલા મોટા પ્રમાણમાં આવે છે તેની પાછળ માન્યતાઓ હોય છે. રઢું ગામ તથા એની આસપાસના ગામડાઓમાં કોઈપણ ઘરે ગાય અથવા ભેંસ વાછરડાને કે પાડાને જન્મ આપે. ત્યારે તેનું પ્રથમ ઘી આ મંદિરને અર્પણ કરવામાં આવે છે.

આ મંદિરમાં આશરે ૩૫ જેટલી નાની મોટી ગોરીઓ ઘી ભરાઈ જાય છે. બધા પોત પોતાની શ્રદ્ધા શક્તિ મુજબ મહાદેવને ઘી ચડાવે છે. અહીંયા ૧થી લઇ ૨૫ કિલોના ઘીના ડબા સુધીને ચડામણી કરવામાં આવે છે. શ્રાવણ મહિનામાં અહીં ભક્તોનું વધારે પ્રમાણમાં જોવા મળે છે. પાંચ નદીઓનો સંગમ સ્થાન છે. કામનાથ મહાદેવ પંદરમી સદીમાં બન્યો હોવાની માન્યતા છે. આશરે ૬૦૦ વર્ષ પહેલા મહાદેવજી ના પરમ ભક્ત “જેસંગ ભાઈ હીરાભાઈ પટેલ” અહીં એક જ્યોત લઈને આવ્યા હતા.

તે પોતાના દિવસની શરૂઆત મહાદેવના દર્શન કર્યા બાદ જ કરતાં. મહાદેવના દર્શન કર્યા પછી જ તે જમતા હતા. એક રાત્રીએ જ તેને એક સપનું આવ્યું હતું. તેમાં ભગવાને તેમને જણાવ્યું હતું કે પૂનાજ ગામેથી મહાદેવને દીવો પ્રગટાવીને રણુ ગામે લઇ આવ. આથી બીજી સવારે જેસંગભાઈ ઊઠીને ગામલોકોને વાત કરે છે. તેથી બધા લોકો આઠ કિલોમીટર દૂર આવેલા પુના ગામે થી રણુ ગામે આવે છે. ત્યાં દીવો પ્રગટાવી છે. તે સમયે ભારે વરસાદ પવન હોય છે.

છતાં પણ દીવાની જ્યોત ઓલ્વાતી નથી. તે સમયે આ દિવા સ્થાપના કરી. એક નાની ડેરી બનાવવામાં આવી હતી. ત્યારથી ગામલોકો આજુબાજુના તમામ ભક્તો દર્શન કરવા આવે છે. ભક્તો માનનાર મંદિર ખૂબ જ મોટું મહત્વ હોય છે. અહીં દર વર્ષે ઘી માં વધારો થાય છે. એ સાચવવા માટેની જગ્યા ઓછી પડે છે. તેના કારણે શ્રાવણ માસ થી દર દર વર્ષે મહિને એક મહિના દરમિયાન અહીંયા એક યજ્ઞ કરવામાં આવે છે. જેમાં ઘી હોમવામાં આવે છે.

તે સવારે છ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ચાલે છે. તેમાં સતત ઘી હોમવામાં આવે છે. દિવસ પર મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. તેમજ બારસના દિવસે કામના દાદા નો મોટો ઉત્સવ મેળો યોજાય છે. જેમાં આજુબાજુના ગામ લોકો જોડાય છે. ખૂબ જ ભાવપૂર્વક ઉજવણી કરે છે. મંદિરમાં એક ટ્રસ્ટ પણ નીમવામાં આવ્યાં છે. તેનાથી વહીવટ સારી રીતે ચલાવી. આ ટ્રસ્ટની આગેવાની હેઠળ ઘણા વર્ષોથી આજુબાજુના ગામડાઓમાં અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે.

તેથી અહીં આવેલા તમામ ભક્તોને જમવાની વ્યવસ્થા થઈ શકે પરંતુ આજે પણ આશ્ચર્યની વાત છે. કે આશરે ૭૦૦ વર્ષ જૂના ઘીમાં પણ સ્વાદ, સુગંધમાં કોઈ ફરક પડયો નથી.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.