- Religious

નોરતા ના પવિત્ર દિવસો મા ગિરનાર ને સમર્પિત પ્રથમ વખત મોરારીબાપુ ની રામકથા નુ આયોજન

મિત્રો, ગુજરાત રાજ્ય ના જુનાગઢ શહેરમા સ્થિત ગરવા ગિરનાર પર હાલ સૌથી પહેલી વાર મોરારી બાપુ ની રામકથા નુ આયોજન થયુ છે, નવરાત્રી ના પહેલા નોરતે થી પરમ પૂજ્ય મોરારી બાપુ ની ૮૪૯ મી રામકથાનુ આયોજન થયુ. ત્યારે ગિરનાર તીર્થ ક્ષેત્ર ને જ સમર્પિત આ રામકથા ૬૨૦૦ પગથીયે સ્થિત પૌરાણિક સ્થળ એવા કમડળકુંડ ની જગ્યા એ આયોજિત કરવામા આવશે.

આ તીર્થ ક્ષેત્ર સાથે પહેલે થી જ મોરારી બાપુ નો અનેરો નાતો રહ્યો છે. મહાશિવરાત્રિના ભવ્ય પર્વ મા તેમની અચૂક હાજરી હોય છે. તેમણે કૈલાશ ક્ષેત્ર મા રામકથા કરી હતી અને હાલ આવનાર નવરાત્રીના પર્વમા ગિરનાર પર્વત પર રામકથાનુ આયોજન કરવા જઈ રહ્યા છે. ત્યારે આ અંગેની તમામ તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે.

જૂનાગઢમા માનસ સાગર અને માનસ રૂખડ કથા કરીને લોકોને ધાર્મિક પ્રવચનો આપ્યા હતા અને હવે ગરવા ગિરનાર ની ગોદમા રામકથા કરીને ફક્ત ને ફક્ત ગિરનાર પર ૮૪ સિધ્ધ નવનાથ, ૬૪ જોગણી ની ઉર્જા, આદિગુરુ ભગવાન દતાત્રેય ની ટૂંક તથા અક્ષય ત્પસ્થલીના આશ્રામ ની નજર સામે અને કમડળકુંડ ની ચેતનવંતી જગ્યામા રામકથા કરનાર છે.

આ રામકથા ના પ્રારંભમા અંબાજી મંદિરે પોથી પધરાવીને ત્યાથી પોથીયાત્રા નીકળશે તેવુ જાણવા મળ્યુ છે. આ રામકથા માટે એક માસ થી તૈયારી ચાલી રહી છે. આ ગરવા ગિરનાર પર પહેલીવાર રામકથા અને સાથે જ નવરાત્રીમાં માતાજીની આરાધના સાથે અનોખો માહોલ જામશે. કોરોના કાળમા સરકાર ની તમામ ગાઈડલાઈન નુ પાલન કરીને કથા યોજાશે. વાઘકારો, થોડા ટેકનીશીયનો સિવાય કથામાં કોઈ શ્રોતા નહી હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *