- Religious

જો તમે વિવાહ કરવા ઈચ્છતા હોવ અને વિવાહમા વારંવાર કોઈ સમસ્યા આવી રહી હોય તો અજમાવો આ ઉપાય

મિત્રો, વર્તમાન સમયની ભાગદોડ ભરેલી જીવનશૈલી મા આપણી પાસે ખૂબ જ ઓછો સમય છે. આપણે લાંબી પૂજા માટે સમય કાઢી શકતા નથી. તેથી આજે આપણે લેખમા વ્રતનું શું મહત્વ રહેલું છે? તથા ઉપવાસ દરમિયાન ક્યારે વ્રત શરૂ કરવુ જોઈએ અને શુ ના કરવુ જોઈએ? તથા શુ ખાવુ જોઈએ? વગેરે બાબતો વિશે માહિતી મેળવીશુ.

ગુરુવારના રોજ પ્રભુ નારાયણ અને બૃહસ્પતિ દેવ બંનેની પૂજા કરવી જોઈએ જેથી, ઘરમા સુખ અને સમૃદ્ધિ રહે, કુંવારી યુવતીઓએ આ વ્રત કરવુ જોઈએ જેથી, તેમના વિવાહમા આવતા અવરોધો દૂર થાય છે. એવુ પણ કહેવામા આવે છે કે, જો તમે એક વર્ષમા ગુરુવારનુ વ્રત કરો છો તો તમારા ઘરમા ક્યારેય નાણાની તંગી રહેતી નથી અને તમારુ પર્સ પણ ક્યારેય ખાલી રહેતું નથી.

હવે પ્રશ્ન એવો ઉભો થાય છે કે, કેટલા ગુરુવાર વ્રત-ઉપવાસ કરવા જોઈએ, તમારે આખા વર્ષમા ૧૬ ગુરુવારના ઉપવાસ કરવા જોઈએ. ૧૬ મા ગુરુવારે વ્રતનુ પાલન કરવાથી તમને ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે અને વ્રત પૂર્ણ કર્યા બાદ તમે ઈચ્છો તો ફરીથી આ વ્રત શરુ કરી શકો છો.

વ્રત શરુ કરવા માટેનો શુભ સમય :
તમે આ વ્રત કોઈપણ મહિના ના પહેલા ગુરુવારથી શરૂ કરી શકો છો, જો તમે શુક્લપક્ષના ગુરુવારથી કોઈપણ નવા કાર્ય ની શરૂઆત કરો તો તે ખૂબ જ શુભ સમય માનવામા આવે છે.

વ્રત કરવાની રીત :
આ વ્રત કરવા માટે તમારે ચણાની દાળ , ગોળ , હળદર , થોડા કેળા , હવન કરવા માટે એક ભગવાન વિષ્ણુ નો ફોટો વગેરે સામગ્રીની જરૂર પડશે. આ વ્રત ના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ સૌથ્ગી પહેલા ઈશ્વરની સામે બેસીને તેમને શુધ્ધ કરો અને ગુરુવારના રોજ વ્રત રાખવાનો સંકલ્પ લો. ત્યારબાદ ચોખા અને પીળા પુષ્પો લો. ત્યારબાદ કેળા ના વૃક્ષ સામે પૂજા કરતા હોવ ત્યારે ત્યા આ ચોખા અને પુષ્પો અર્પણ કરો.

હવે એક પાત્રમા પાણી ઉમેરો. ત્યારબાદ તેમા થોડી હળદર ઉમેરો. ત્યારબાદ ભગવાન વિષ્ણુ તથા કેળા ના વૃક્ષના મૂળ ને સ્નાન કરાવો. હવે તે જ કમળમા ગોળ અને ચણા ની દાળ ઉમેરો અને જો તમે કેળા ના વૃક્ષની પૂજા કરી રહ્યા હોવ તો તે જ અર્પણ કરો. હવે હળદર અથવા ચંદન વડે તિલક કરો. ત્યારબાદ અક્ષત ચોખા પણ ચડાવો અને ઘી નો દીવડો પ્રગટાવો. ત્યારબાદ આ વ્રત ની વાર્તા વાંચો. કથા પછી ચૂલા પર હવન કરો.

ચૂલામા ઘી ઉમેરી અને આગ પ્રગટતા ની સાથે જ હવનની સામગ્રી સાથે ગોળ અને ચણાનો પ્રસાદ આપવાની પણ ભલામણ કરવામાં આવે છે. આ સાથે ૧૧ વખત ॐ ગુન ગુરુવે નમ: મંત્ર સાથે, હવન પછી આરતી કરો અને અંતમાં ક્ષમા ની પ્રાર્થના કરો,. આ પૂજા પૂર્ણ થયા પછી તમારા કમળમાંપાણી તમારા ઘરની આસપાસ કેળાના ઝાડ પર ચઢાવો .

આ દિવસે તમે કેળાના ઝાડની પૂજા કરો છો તેથી, ભૂલથી પણ કેળુ ના ખાવ. તમે તેને ફક્ત પૂજામા જ પ્રસાદમા આપી શકો છો અને તેને પ્રસાદમાં વહેંચી શકો છો, જો તમને ગાય મળે, તો તેને ચણા અને ગોળ ખવડાવો, તે પણ ખૂબ જ સારુ માનવામા આવે છે.


અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *