- Food

ફાઈવ સ્ટાર હોટેલ જેવું જ મલાઈ પનીર નું શાક ઘરે બનાવો, મેહમાનો આંગળા ચાટતા રહી જશે

ખાસ તો શાકાહારી માણસો ની પહેલી પસંદગી  હોય છે પનીર. પનીર નો ઉપયોગ કરી ને આપણે  એક નહીં પરંતુ ઘણી બધી વાનગીઓ બનાવી શકીએ  છીએ. તો આજે આપણે જોઈએ એક ચટપટા શબજી ની રેસીપી. જેને  જોય ને જ તમને  તરતજ તમારા મોં માં પાણી આવશે. તો ચાલો  જોઇએ કેવી રીતે બનાવી સકિયે  મલાઇ પનીર નું શાક.જેને  બનાવવું સહેલું અને સ્વાદ માં  સ્વાદિષ્ટ  છે.

સામગ્રી :

૨૫૦ ગ્રામ પનીર, અડધો કપ ક્રીમ, એક સમારેલી ડુંગળી, એક ચમચ લસણ-આદુ ની પેસ્ટ, એક ચમચ લાલ મરચુ, એક ચમચ ધાણાજીરુ, ૧/૪ ચમચ હળદર, ૧/૪ ચમચ ગરમ મસાલો, એક ચપટી કસ્તુરી મેથી, નમક સ્વાદાનુસાર અને જરૂર પ્રમાણે તેલ.

આ શાક તૈયાર કરવાની રીત 

સૌથી પહેલા પનીર ના નાનાં નાના  ટૂકડા  કરવા.  ત્યારબાદ  મીડિયમ ગૅસ  ઉપર એક ક્ડાઈમાં તેલ લો અને ગરમ કરો . તેલ ગરમ થાય ત્યારબાદ  તેમા ડુંગળી, આદુ-લસણ મરચાં ની પેસ્ટ ઉમેરો ત્યારબાર આછો ગુલાબી  રંગ થાય ત્યાં સુધી ફ્રાય કરો. ત્યારબાર તેલ છૂટું પડે પછી  તેમા ધાણાજીરૂ , લાલ મરચું, તથા હળદર ઉમેરીને મિક્સ કરી લો.

આ બધુ સરખી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં પનીરના ટૂકડા ઉમેરો અને બરાબર મિક્સ કરી પછી તેમાં ક્રીમ ઉમેરીને ફરીથી મિક્સ કરો. ત્યારબાદ ઢાંકણ ઢાકીને 3-4 મિનિટ થવા દો.ત્યારબાદ તેમાં નિમક , કિચન કિંગ મસાલો અને કસ્તુરી મેથી હાથેથી મસળીને ઉમેરો.ગૅસ બંધ કરી દો.તો તૈયાર છે મલાઇ પનીર. કોથમીરથી ગાર્નિસ કરીને પરોઠા,નાન કે રોટલી સાથે ગરમા ગરમ સર્વ કરો.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *