ઘણા ચમત્કારિક તેમજ રહસ્યમયી મંદિરો વિશે તમે ઘણી વખત સાંભળ્યુ જ હશે પણ આજ ના આ આર્ટીકલ મા એક એવા મંદિર વિશે વાત કરવામા આવી રહી છે કે જ્યા ભગવાન દસ વર્ષ બાદ નહીં પરંતુ ૪૦ વર્ષે દર્શન આપે છે. અહીયા ભગવાન વિષ્ણુ ની પ્રતિમા ની અતિ વર્ધરાજ સ્વરૂપે પૂજા થાય છે. આ મંદિરમા સ્થાપિત ભગવાન વર્ધરાજ વિશે ની વિશેષ વાત કરવામા આવે તો અહિયા ૪૦ વર્ષે ભક્તો દર્શન કરવા આવે છે.

આ વાંચીને કદાચ તમને નવાઈ લાગશે પણ ખરેખર અહિયાં ભગવાન વિષ્ણુની પ્રતિમા દર ૪૦ વર્ષે જ એક વખત પાણી ની બહાર કાઢવામા આવે છે અને ૪૮ દિવસ સુધી મંદિરમા રાખવામા આવે છે. આ બાદ તેને ફરી આવનાર ૪૦ વર્ષ માટે ફરી થી તળાવ ના પાણીમા રાખવામા આવે છે. હવે ૨૦૫૯ મા ફરી આ પ્રતિમા ને ૪૮ દિવસ માટે બહાર કાઢવામા આવશે. અતિ વર્ધરાજા પેરુમલ મંદિર કાંચીપુરમ ના મુખ્ય મંદિરો મા નુ એક છે.

લગભગ ૨૩ એકર ની જમીન મા ફેલાયેલુ આ મંદિર ના સરોવર સહિત નાના-નાના ઘણા મંદિરો પણ છે. આ મંદિરમા એક હોલ છે જેમા આશરે ૪૦૦ થાંભલા છે, તે ત્રણ માળ નુ છે. કાંચી ની અંદર આવતા લગભગ તમામ માર્ગો પર પોલીસ બંદોબસ્ત ગોઠવામા આવેલું છે. મોટાભાગે તમામ રસ્તાઓ પર મોટા વાહનો માટે પ્રતિબંધ છે. હજારો સેવકો જુદી-જુદી જગ્યાએ સેવા આપી રહ્યા છે.

આથી વર્ધરાજ માટે, લોકો ના મનમા એટલી અતુટ શ્રધ્ધા છે કે તેઓ આમા ભીડ નુ સંચાલન જ કરી રહ્યા નથી પરંતુ લોકો બળ થી શક્ય તેટલી મદદ પણ કરી રહ્યા છે. માર્ગ ની વ્યવસ્થા ને સમજવા થી લઈને શ્રદ્ધાળુઓ ને ભોજન તેમજ પાણી ની વ્યવસ્થા સુધી પોલીસ કર્મચારીઓ પણ તેમનુ કાર્ય પૂરા દિલ થી કરે છે. ૪૦ દિવસ સુધી ભગવાન આથી વર્ધરાજ ની પ્રતિમા આડી રાખવામા આવે છે અને છેલ્લા આઠ દિવસ પ્રતિમા ઉભી રાખવા

એવી માન્યતા છે કે આ પ્રતિમા ત્યાં ના સ્થાનિક લોકો ને મોગલો ના આક્રમણ થી બચાવવા માટે પાણીમા છુપાઇ હતી. આ પ્રતિમા આશરે ૪૦ વર્ષો સુધી તળાવમા રહી આ બાદ મંદિરના મુખ્ય પુજારી ધર્મ કર્તાના બે પુત્રોએ તેને તળાવ માથી બહાર કાઢી હતી . જેથી તેની પૂજા થઈ શકે, આ મૂર્તિ લગભગ ૪૮ દિવસ સુધી મંદિર ના ગર્ભગૃહમા રહી અને પછી અચાનક ફરી તળાવ મા ચાલી ગઈ.

ત્યારબાદ એવું નક્કી કરવામા આવ્યું છે કે ૪૦ વર્ષમા એકવખત ભગવાન ની પ્રતિમા ને આ તળાવ માથી બહાર કાઢવામા આવશે. અનંત સરસ તળાવ વિશે એક રસિક તથ્ય એ પણ છે કે જેમા ભગવાન ની પ્રતિમા રાખવામા આવી છે. આ મંદિર ના સંચાલન સાથે સંકળાયેલા વ્યક્તિઓ ખાસ જણાવે છે કે આ તળાવ નુ પાણી ક્યારેય પણ ઘટતુ નથી.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.