મિત્રો, હાલ કોર્ટ દ્વારા હાલ મોરેટેરિયમ કેસમા સામાન્ય લોકોને ખુબ જ મોટી રાહત આપવામા આવી છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યુ હતુ કે, આ મુદત સુવિધા નો લાભ લેનાર લોકોને ૧૫ નવેમ્બર સુધી વ્યાજ પર વ્યાજ ચૂકવવુ પડશે નહી. આ સાથે એમ પણ જણાવ્યુ કે, આ સમયકાળ સુધી કોઈપણ લોન ખાતા ને નોન પરફોર્મિંગ એસેટ જાહેર કરી શકાશે નહીં કારણકે, અમે તેના પર પ્રતિબંધ લગાવી રહ્યા છીએ.

આ પહેલા સુનાવણી દરમિયાન સોલિસીટર જનરલ, આર.બી.આઈ. અને કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા એડવોકેટ હરીશ સાલ્વે એ આ કેસની સુનાવણી મોકૂફ રાખવા વિનંતી કરી હતી. ત્યારબાદ આ કેસની સુનાવણી ૨ નવેમ્બરના રોજ સુધી મુલતવી રાખવામા આવી છે.

શું છે આ આખી ઘટના ?
કોરોના ના સંક્રમણ ને અટકાવવા માટે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમા લોકડાઉન લગાવી દીધુ હતુ. આ સમયે ઉદ્યોગો સંપૂર્ણ બંધ હતા અને આ કારણોસર જ ઉદ્યોગપતિઓ અને કંપનીઓ માટે અનેકવિધ મુશ્કેલીઓ ઉભી થઈ હતી. ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી હતી અને આવી પરીસ્થિતિમા લોનના હપ્તા ભરપાઇ કરવી ખુબ જ મુશ્કેલ હતી.

આવી સ્થિતિમાં આર.બી.આઈ. બેંક દ્વારા લોન મોરેટોરિયમ ની સુવિધા આપવામા આવી હતી. હવે આ સમયગાળા દરમિયાનનુ વ્યાજ મૂળ રકમમા ઉમેરવામા આવશે એટલે કે, હવે મુખ્ય રકમ અને તેના પર વ્યાજ પણ ઉમેરીને લેવામા આવશે. આ વ્યાજ પર વ્યાજ નો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ઉઠ્યો છે.

શુ આવ્યો છેલ્લો હુકમ ?
આ પહેલા પણ કોર્ટ દ્વારા ૧૨ તારીખ સુધીમા તેનાથી સંબંધિત તમામ એફિડેવિટ ફાઇલ કરવા માટેનો સમય આપ્યો હતો. કોર્ટે કેન્દ્ર અને આર.બી.આઈ.ને કોવિડ-૧૯ ની સમસ્યાને ધ્યાનમા રાખીને લોન પુનર્ગઠન અંગે કે.વી. કામથ સમિતિની ભલામણો સાથે જારી કરાયેલ વિવિધ પ્રકારની સૂચનાઓ અને પરિપત્રો રજૂ કરવા જણાવ્યું હતુ. બે કરોડ રૂપિયા સુધીની લોન પર ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરવા સરકારે સંમતિ આપી છે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.