- News

જાણો આ તમામ સરકારી સ્કીમો વિષે જે ખુબ જ ઓછા સમય માં તમારા રૂપિયા ડબલ કરશે

આજ ના સમય મા દરેક વ્યક્તિને પૈસા ને ડબલ કરવા માંગે છે, શું તમે પણ પૈસા નુ રોકાણ કરવા માટે કોઈ વધુ સારો વિકલ્પ શોધી રહ્યા છો? તો આજ ના આ આર્ટીકલ મા આજે અમે તમારે માટે આ જાણકારી લઈએ ને આવ્યા છીએ. આજે આ પોસ્ટ ખાતા ની એવી નવીનતમ યોજના વિશે વાત કરીશું કે જેમાં તમારા પૈસા કેવળ ૧૨૪ મહિનામા બેગણા થઈ જશે. આ પોસ્ટ ઓફિસ “કિસાન વિકાસ પત્ર” યોજના હેઠળ તમે જલ્દી થી પૈસા ને બેગણા કરી શકો છો.

પોસ્ટ ઓફિસ મા કરવુ પૈસા નુ રોકાણ

તમારે પોસ્ટ ઓફિસ ની આ નાની બચત યોજનામા રોકાણ કરવું જોઈએ. આ સમયે હાલ કોઇપણ રોકાણ માટે એક સારો વિકલ્પ છે. આ વિકલ્પ મા તમને મેચ્યોરિટી પર ખાતરીપૂર્વક પૂરેપૂરુ વળતર પણ મળે છે. આ સિવાય તમે “કિસાન વિકાસ પત્ર” મા પૈસા નું રોકાણ કરી સારો એવો નફો મેળવી શકો છો.

બેંક કરતા મળે છે વધારે વ્યાજ

હાલ ના સમય મા સરકાર દ્વારા એફ.ડી પર ના વ્યાજદરમા ઘટાડો કરવામા આવ્યો છે, ત્યારબાદ ગ્રાહકો નો નફો ઓછો થઈ ગયો છે. સરકાર દ્વારા પોસ્ટ ઓફિસમા નાની બચત યોજના ના વ્યાજદરમા પણ ઘટાડો કર્યો છે. પરંતુ હજુ પણ આ વ્યાજદર તમામ બેંકો કરતા વધુ છે. તો ચાલો જાણીએ સરકાર દ્વારા જારી કરાયેલા “કિસાન વિકાસ પત્ર” યોજના વિશે.

૧૨૪ મહિના મા થશે પૈસા બેગણા

૧લી એપ્રિલ, ૨૦૨૦ થી “કિસાન વિકાસ પત્ર”મા તમને વર્ષ ના ૬.૯ ટકા જેટલુ વ્યાજ મળે છે. તો સરકાર આ યોજના અંતર્ગત ૭.૬ ટકા ના વ્યાજદરે આપતી હતી. જો તમે સરકાર ની આ યોજનામા રોકાણ કરતા હોય તો તમને ૧૦ વર્ષ અને ૪  મહિના બાદ તમારી જમા કરાયેલી રકમ ના બેગણા પૈસા પરત આપવામા આવે છે. ઉદાહરણ તરીકે ધારો કે જો તમે આ યોજના હેઠળ પાંચ લાખ રૂપિયા નુ રોકાણ કરો છો તો  ૧૨૪ મહિના બાદ તમને ૧૦ લાખ રૂપિયા મળે છે.

જાણો કેવી રીતે કરવુ રોકાણ

તો આપ લોકો ને જણાવી આપીએ કે “કિસાન વિકાસ પત્ર” મા તમે ૧૦૦ રૂપિયા ના મલ્ટીપલ પ્રમાણે જમા કરી શકો છો. તો તમારે આ ખાતામા ઓછામા ઓછા એક હજાર રૂપિયા નુ પ્રમાણે જમા કરવવા ના રહેશે. આ ખાતામા પૈસા જમા કરવવા માટે ની કોઈ મહત્તમ મર્યાદા નથી. આ યોજના હેઠળ સગીર, પુખ્ત વય ના વ્યક્તિ પોતાનુ ખાતું ખોલાવી શકે છે.

 

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *