જિંજર ને મોટાભાગના વ્યક્તિ ચા સાથે લેવાનું વધારે પસંદ છે, તેમાં પણ શિયાળો આવતા જ આદુ નાખેલી ચાનો સ્વાદ લોકોને ખૂબ જ ગમે છે . મસાલા સહીત આદુની ડીમાંડ વધી જાય છે, આદુ એક દવા પણ છે. તે ખાવાથી શરીર ને ઘણા ફાયદા થાય છે . તે ઉધરસ, ગળાની ખરાશ અને કફ જમા થઇ જવા ઉપર આદું ખુબ જ ફાયદો કરાવે છે. ઘરમાં આદુનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે. ચા, શાક અહીં સુધી કે ચટણીમાં પણ તેનો ઉપયોગ થાય છે. આદુમાં એન્ટી ઓક્સીડેંટ તત્વ હોય છે, જે શરીર માટે ઘણા જ ફાયદાકારક હોય છે.

શરદી અને તાવ જેવા ચેપી રોગ સામે લડવા માટે તમામ ઉંમરના લોકોને આદુ આપવામાં આવે છે. તેનો ઉપયોગ શરીરને ગરમ કરવા માટે થાય છે. ઘણા લોકો બારેમાસ ચામાં આદુનો ઉપયોગ કરે છે, ચા ડાયટીરીકની જેમ કાર્ય કરે છે અને તે પીવાથી પરસેવો આવે છે, જે શરીરમાંથી ઝેર દૂર કરે છે અને શરીરને તંદુરસ્ત રાખે છે.એક પ્યાલા પાણીમાં આદુનો એક નાનો ટુકડો લઈને ૧૦ મિનિટ સુધી ઉકાળો. ઠંડુ થઇ જવા પર તેને પી જાઓ. તેનાથી કફમાં તમને ઘણી રાહત મળશે.આદુનું પાણી બોડીમાં ડાઈજેસ્ટિવ જ્યુસને વધારે છે.

તે ખોરાકને પાચન કરવામાં ખુબ મદદ કરે છે.તો આદુનું પાણી પીવાથી બોડીનું મેટાબોલિઝમ્સ ઓગળે છે. તેવામાં ફેટ ઝડપથી બર્ન થાય છે. અને વજન ઘટાળવામાં મદદ કરે છે. કાયમી આદુંનું પાણી પીવાથી બોડીમાં ગ્લુકોજ લેવલ કંટ્રોલમાં રહે છે. તેનાથી ડાયાબિટીસ ઓછી થઈ જાય છે.આદુનું પાણી પીવાથી બોડીમાં લોહીનું પરિભ્રમ્ન વધે છે. તેનાથી શરીરનો દુખાવો દૂર થાય છે. આદુનું પાણી પીવાથી બોડીની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

તેનાથી શરદી-તાવ ,ઉધરસ અને વાઇરલ ઇન્ફેક્શન પણ દૂર જાય છે.આદુનો ઉપયોગ શ્વાસની બિમારી સારવાર માટે દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.