- Food

કાજુ કરી ની સબ્જી – આ રીતે બનાવશો તો રેસ્ટોરન્ટ જેવી બનશે તમારી ઘરે, આ રહી રેસિપી બનાવવાની

મારા પ્રિય મિત્રો, આપણા ગુજરાતીઓ બે વસ્તુનો ખૂબ શોખીન છે, એક છે કે કોઈ નવી જગ્યાએ જવું અને તેના વિશે શીખવું અને બીજું એ છે કે નવી વાનગીઓ બનાવવાની અને તેને ઘરે બનાવવાનો પ્રયાસ કરવો. હાલમાં, અમે તમને આવી સ્વાદિષ્ટ વાનગીની રેસીપી સાથે રજૂ કરવા માટે અહીં છીએ.

આ સ્વાદિષ્ટ વાનગી નુ નામ છે કાજુકરી. આ વાનગી તમે ફક્ત ૩૦ મિનિટ ના સમયગાળા મા સરળતા થી તૈયાર કરી શકો. અહી જણાવેલી રેસિપી તથા સામગ્રી ૨-૪ વ્યક્તિઓ પુરતી જ છે.

સામગ્રી :
કાજુ – એક કપ , ઓઈલ કે માખણ – એક ચમચી

ગ્રેવી બનાવવા માટે :
ટમેટા – ૩ નંગ , તેજપત્તા – ૨ નંગ , કાજુ – ૨૦ નંગ , આદુ-લસણ ની પેસ્ટ – ૧ ચમચી , લીલા સમારેલા મરચા – ૨ નંગ , તાજી મલાઈ – ૨ ચમચી , પાણી – જરૂરુ મુજબ , માખણ – ૨ ચમચી , ખાંડ – અડધી ચમચી , કસૂરી મેથી – ૧ ચમચી , મેથી પાવડર – ૧ ચમચી , ધાણા – ૨ ચમચી , નમક – સ્વાદ અનુસાર.

વિધી :
સૌપ્રથમ ચૂલ્લા પર એક કડાઈ ચડાવી તેમા ૧ ચમચી માખણ ઉમેરી ને ગરમ કરો. પરંતુ , માખણ બળી ના જાય તે માટે ગેસ મધ્યમ આંચ પર રાખવો. હવે તેમા કાજુ ઉમેરી ને તેને શેકો અને બ્રાઉન થવા દો. ત્યારબાદ આને એક ડિશ મા સાઈડ મા કાઢી લો. હવે આ જ કડાઇ મા તેજપતુ ઉમેરી ને તેને થોડા સમય માટે શેકો. હવે આ કડાઈ મા બારીક સમારેલા ટમેટા તથા પાણી ઉમેરો અને આ મિશ્રણ ને ઉકળવા દો.

જ્યા સુધી ટમેટા ઉકળે ત્યા સુધી મિક્સર ના જાર મા ૨૦-૨૫ નંગ કાજુ ઉમેરી તેને ક્ર્શ કરી પાવડર બનાવી ને એક બાઉલ મા કાઢી લો. હવે ટમેટા પાકી જાય એટલે ગેસ બંધ કરી દો અને આ મિશ્રણ ને થોડા સમય ઠરવા માટે સાઈડ મા રાખી દો. હવે આ મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેમાથી તેજપતુ બહાર કાઢી ને આ મિશ્રણ ને એક જાર મા ઉમેરીને તેની પ્યૂરી બનાવી લો. ત્યારબાદ તેને કડાઈ મા મધ્યમ આંચે ઉકાળો.

હવે આ કડાઈ મા ૨ ચમચી માખણ ઉમેરો. ત્યારબાદ આદુ-લસણ ની પેસ્ટ ઉમેરો. તે લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી શેકતા રહો. હવે આ મિશ્રણ મા કાજુ પાવડર ઉમેરી તેને હલાવતા રહો. ચૂલ્લા ને મધ્યમ આંચ પર રાખવો. જેથી મિશ્રણ વ્યવસ્થિત રીતે પાકે અને નીચે ચોટી ના જાય. કાજુ ના પાવડર નો રંગ સોનેરી થાય એટલે તેમા ટમેટા ની પ્યૂરી ઉમેરો અને ૪ મિનિટ સુધી તેને મધ્યમ આંચ પર પકાવતા રહો. હવે આ મિશ્રણ મા ચટણી ઉમેરો અને તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરો.

તેમા આવશ્યકતા મુજબ પાણી ઉમેરવુ. હવે આ ગ્રેવી મા ગરમ મસાલો , મલાઈ , કસૂરી મેથી વગેરે ઉમેરવુ અને વ્યવસ્થિત રીતે મિક્સ કરવુ. જ્યારે આ વસ્તુઓ યોગ્ય રીતે મિક્સ થઈ જાય એટલે ચૂલ્લો બંધ કરી આ મિશ્રણ મા શેકેલા કાજુ ઉમેરી ને વ્યવસ્થિત રીતે મિક્સ કરી દેવા. તો તૈયાર છે તમારી સ્વાદિષ્ટ કાજુકરી. હવે આ કાજુ કરી ને ધાણા થી ગાર્નિશિંગ કરી ને તંદુરી રોટી , નાન , જીરા રાઈસ તથા વેજ પુલાવ સાથે સર્વ કરી શકો.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.