- Rashifal

શું તમે જાણો છો જો તમારા શરીર ના આ અંગો ફડકવા અથવા મળે આવા સંકેત, તો રહેજો તૈયાર, થોડા જ દિવસો મા જ બની જશો શ્રીમંત

મિત્રો, જો તમારા પર ઈશ્વરની અસીમ કૃપાદ્રષ્ટિ હોય તો તેનો સંકેત આપણને કોઈ ને કોઈ માધ્યમથી મળે છે. શાસ્ત્રો પ્રમાણે એવા સંકતો હોય છે, જેનું હોવું આપણા માટે ખુબ જ શુભ હોય છે. તો ચાલો જાણીએ ક્યા પ્રકારના સંકેતો મળવાથી આપણને ધનની પ્રાપ્તિ થશે. ચાલો જાણીએ.

Good signs of Laxmi Mata 1

શરીરના આ અંગો ફફડે ત્યારે : 

જો તમારા શરીર ના અમુક અંગો ફફડે તો તેને શુભ સંકેત માનવામા આવે છે. એવુ કહેવાય છેકે, જો તમારી આંખની આઈબ્રો અથવા તો તમારા જમણો ફડકે છે તો સમજો કે, આગામી સમયમા ધન ની પ્રાપ્તિ થવાની છે. વાસ્તવમા શરીરના આ અંગો નુ ફડકવાથી ધન મળવાના સંકેતો માનવામા આવે છે. જો તમારી સાથે આવુ થાય તો સમજવુ કે, તમારી પર માતા લક્ષ્મી કૃપા વરસવાની છે.

Good signs of Laxmi Mata 2

બહારથી પોપટ ઉડીને તમારા ઘરે આવે :

જો તમારા ઘરે બહારથી પોપટ ઉડીને આવે તો સમજવુ કે, તમારુ ભાગ્ય ચમકવાનું છે. ઘરમા પોપટનુ આવવુ એ ખુબ જ સારો સંકેત કહેવાય છે. આ સિવાય પોપટનુ બોલવુ અથવા તો પાંખો ફફડાવવુ ખુબ જ શુભ ઘડી આવવાની નિશાની હોય છે. આ ઘટના સૌભાગ્યશાળી માનવામા આવે છે.

Good signs of Laxmi Mata 3

કિડી મોઢામા ચોખા લઈને જાય :

ઘર ની આસપાસ કીડીઓ દેખાવી સામાન્ય વાત છે પરંતુ, જો તમને કાળી કીડી મોઢામા ચોખા લઈને જતી દેખાય તો તે ખુબ જ શુભ સંકેત આપે છે. તેનો અર્થ એ થયો કે, તમારી ઉપર જલ્દીથી માતા લક્ષ્મીની કૃપા વરસવાની  છે. તમારી ઉપર ધનની વર્ષા થશે.

Good signs of Laxmi Mata 4

માથા પર ગરોળી પડે ત્યારે :

ઘણા લોકો ગરોળી થી ખુબ જ ભયભીત થતા હોય છે. પરંતુ, જો તે તમારા માથા ઉપર પડે તો તેનાંથી ભયભીત થવાની જરાપણ  જરૂર નથી પરંતુ, તમારા માટે તે ખુબ જ શુભ સંકેત છે. વાસ્તવમા માથા ઉપર ગરોળી નુ પડવુ ધન મેળવવાનો સંકેત હોય છે. ફક્ત  ભાગ્યશાળી લોકોના માથા ઉપર ગરોળી પડે છે.

Good signs of Laxmi Mata 5

ઘરે ગાય આવે ત્યારે :

આપણા હિંદુ ધર્મમા ગાયને પુજનીય માનવામા આવે છે એટલા માટે જો તમારા દરવાજા પર આવે તો તે શુભ ગણવામા આવે છે, એવું કહેવાય છેકે, જો ગાય તમારા ઘરની સામે આવીને ભાંભરવા લાગે છે તો સમજવું કે, આગામી સમયનાં ધન પ્રાપ્તિ થવાના આસાર છે. દેવી માતા લક્ષ્મીજીની તમારા ઉપર અસીમ કૃપા થવાની છે.

Good signs of Laxmi Mata 6

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *