- News

સાવધાન! આ કિસાનોએ પરત આપવા પડશે કિસાન સ્કીમ ના પૈસા, જાણો શુ છે આ પાછળ નુ કારણ 

મિત્રો, હાલ ઉત્તર થી દક્ષિણ ભારત સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજના મા ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે. તમિલનાડુ હોય કે યુ.પી. ભ્રષ્ટ લોકોએ પીએમ નરેન્દ્ર મોદી ની સૌથી મોટી કિસાન યોજના પણ છોડી ના હતી. જો કે, અનેકવિધ જગ્યાએ થી ભ્રષ્ટાચાર ના અહેવાલો મળતા સરકાર પણ હાલ કડક બની છે. જે લોકોએ ખોટી રીતે પૈસા લીધા છે, તેમને  તે રકમ પરત કરવાનુ કહેવામાં આવશે. જો તેમ કરવામા નહીં આવે તો કૃષિ વિભાગ સરકારી નાણાની વસૂલાત માટે એફ.આઈ.આર. નોંધશે.

Kishan-Yojana1

હાલ, ગયા માસ દરમિયાન એવુ જાણવા મળ્યુ હતુ કે, યુપી ના બારાબાંકી જિલ્લામા પીએમ કિસાન સન્માન નિધિમા એક ખુબ જ મોટુ કૌભાંડ રચાયુ છે. એક ગણના મુજબ અઢી લાખ અયોગ્ય લોકોને આ યોજના હેઠળ પૈસા મળ્યા છે. વહીવટી તંત્ર દ્વારા આ ભંડોળ પાછું ખેંચવાની ઝુંબેશ ચલાવવામા આવી છે.

Kishan-Yojana3

ગાજીપુરમા પણ આવતા માસ દરમિયાન આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. એવુ કહેવામા આવ્યુ છે કે, આ યોજનામા દોઢ લાખ નકલી કિસાનોના નામ નોંધવામા આવ્યા છે. વેરિફિકેશન કરાવીને અયોગ્ય લોકો પાસેથી રિકવર ના પ્રયાસ યથાવત રહેશે.

Kishan-Yojana3

તામીલનાડુમા આ યોજનામાં દેશની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ૯૬ જેટલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓની સેવાઓ સમાપ્ત કરવામા આવી છે અને ૩૪ જેટલા અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સિવાય ૧૩ જિલ્લામાં એફ.આઈ.આર. નોંધીને ૫૨ જેટલા લોકોની ધરપકડ પણ કરવામા આવી છે.

Kishan-Yojana4

આવી સ્થિતિમા માની લો કે, જો તમે પણ ખોટી રીતે આ યોજના નો લાભ લીધો છે, તો પછી કોઈપણ સંજોગોમા તે સરકારી તિજોરીમા પરત કરવા જ પડશે.  કોઈ તે પૈસા પડાવી શકશે નહી. કેન્દ્રીય કૃષિ મંત્રાલયે પહેલે થી જ રાજ્યો ને પત્ર લખીને જણાવ્યુ છે કે, જો અયોગ્ય લોકોને પૈસા મળ્યા તો આ અંગે માહિતી કેવી રીતે મળશે? આ ઉપરાંત નાણા પરત કેવી રીતે મળશે?  આવા લોકો પાસે પૈસા ડી.બી.ટી. દ્વારા ગયા છે અને તે ત્યાંથી જ પરત પણ લેવામાં આવશે.

Kishan-Yojana5

કેવી રીતે મળશે નાણા પરત?

સૂત્રો તરફથી એવી માહિતી મળી રહી છે કે, આવા લાભાર્થીઓએ તેમની બેંકમા ટ્રાન્ઝેક્શન પરત કરવા માટે અરજી કરવી પડશે. બેંકો આ નાણાંને એક જુદા ખાતામા નાખશે અને સરકાર ને પરત કરશે. રાજ્ય સરકારો લાભ આપનારાઓ ને નાણા પરત કરવામા સહાયતા કરે. તમામ રાજ્યોમાંથી અયોગ્ય લોકો પાસેથી નાણાં પરત લઇને તેને https://bharatkosh.gov.in/ પર જમા કરો.

Kishan-Yojana6

કોણ –કોણ વ્યક્તિ નથી આ યોજના નો હકદાર?

જો કિસાન ખેતી કરે છે પરંતુ, ખેતર તેના નામે નથી અને તેના પિતા અથવા દાદાના નામે છે, તો તેને વાર્ષિક ૬૦૦૦ રૂપિયા નો લાભ નહી મળે. આ જમીન કિસાનોના પોતાના નામે હોવી જોઈએ. જો કોઈ કિસાને બીજા કિસાન પાસેથી ભાડાની જમીન પર ખેતી કરે છે તો પણ તેને યોજનાનો લાભ મળશે નહીં.  આ યોજનામા જમીનની માલિકીની આવશ્યકતા છે.

Kishan-Yojana7

ડોકટરો , એન્જિનિયર , સી.એ. , આર્કિટેક્ટ અને વકીલો જેવા વ્યવસાયિકો પણ ખેતી કરે તો તેમને આ યોજના નો લાભ મળશે નહી. આ ઉપરાંત ૧૦ હજાર રૂપિયાથી વધુની માસિક પેન્શનવાળા નિવૃત્ત પેન્શનરોને પણ લાભ નહીં મળે. છેલ્લા  વર્ષમા આવકવેરો ભરનારા પ્રોફેશનલ્સને પણ આ યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે

Kishan-Yojana8

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *