ઘણા બધા લોકો મધુપ્રમેહના રોગથી પીડીત છે.મધુપ્રમેહ લોહીમાં ગ્લુકોજના ઉતાર ચઢાવને કારણે થાય છે.મધુ પ્રમેહ બે રીતે થાય છે.એક,જ્યારે તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન બનતું ના હોય અને બીજું જ્યારે શરીર શરીરમાં ઉત્પન્ન થતા ઇન્સ્યુલિનનો જવાબ આપી શકતો નથી.જો મધુ પ્રમેહમાં સાવધાની ન લેવાય,તો તે તમને આંખો,કિડની અને હૃદયને લગતી બીમારી થયશકે છે.મધુ પ્રમેહને જીવનશૈલી અને ખોરાકમાં ફેરફાર કરીને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.

જેમાં ગ્લાયસિમિક ઇન્ડેક્સ ઓછો હોય તેમજ વધારે ફાઇબર અને પ્રોટીન વાળો ખોરાક લેવો જોઈએ.ચાલો જાણીએ ડાયાબિટિશને નિયંત્રણમાં રાખવા માટેના પાંચ સરળ રસ્તા. ભૂખ્યા પેટે મેથીના પાણી પીવો.સાંજે થોડી મેથી ને પલાળીને સવારે તેનું સેવન કરો. તેમાં દ્રાવ્ય ફાઇબરનું પ્રમાણ ખૂબ જ વધારે છે,જે ગ્લુકોજના શોષણના દરને ધીમો કરે છે.તે તમારા શરીરમાંથી ઝેઋ તત્વો દૂર કરવામાં પણ મદદ કરે છે.પલાળેલી બદામ ખાવાથી પણ ચરબી અને સારી ગુણવત્તાવાળા પ્રોટીન મળે છે.

બદામમાં ટેનીન મળી આવે છે જે પોષક તત્વોના શોષણ ને રોકે છે. બદામની છાલ દૂર કરીને, આપનું શરીર તેમાથી પોષક તત્વો અને એન્ટી-ઓક્સિડેન્ટ શોષી લે છે.પ્રોટીન અને ફાઈબર વાળો નાસ્તો કરવો.નાસ્તામાં ફણગાવેલ અનાજ,ઇંડા જેવી વસ્તુ ખાવી. વધારે ફાઇબરવાળા ખોરાક ધીમે ધીમે પચવામાં આવે છે તેથી ડાયાબિટિશ કંટ્રોલ થાય છે.તમે નાસ્તો ઇડલી,મગદાળના પરાઠા જેવી વસ્તુ ખાય શકો છો. ફળના જ્યુસને બદલે ફળ ખાવા. ફળોના જ્યુસસમાં ફાઇબર બહાર આવે છે.

તે ખાંડની માત્રા વધારે છે.આ જ્યુસ તમને મધુ પ્રમેહમાં નુકસાન પહોંચાડે છે.તેથી,સીધા જ્યુસને બદલે ફળોનું સેવન કરો.શરીરમાં પ્રવાહીનું પ્રમાણ વધારે રાખવું.તમે લીંબુનું શરબત,ગ્રીન ટી પી શકો છો. જો તમે ઘણા સમય સુધી કોઈ પ્રવાહી ના પીવો તો શરીર ડિહાઇડ્રેટ થાય છે અને તમારી બ્લડ સુગર અનિયંત્રિત થાય છે.તેથી હવે દરરોજ સવારે આ વસ્તુઓથી પ્રારંભ કરો અને તમારી ડાયાબિટીસને અંકુશમાં રાખો.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.