- Lifestyle

દિવાળીમાં પરિવારને ફરવા લઇ જાઓ આ ૫ સ્થળે, તેને કહેવાય છે મીની-ફ્રાંસ

મિત્રો હમણા દિવાળી આવી રહી છે તો બધા અત્યારે ફરવા જવાની રાહ માં જ હોવાના તો ઉનાળા કે દિવાળી ના સમયમાં પરિવાર સાથે ક્યાં ફરવા જવું તે વિચારતા હોઈ આ લેખ જોઇને તમે ફરવા માટે ના સ્થળ પશંદ કરી શકો છો. પરિવાર સાથે ધણા લોકો પર્વતીય વિસ્તારોમાં ફરવાનું પસંદ કરે છે તો કેટલાક લોકો દરિયા કિનારે જવાનું ત્યારે પરિવાર સાથે તમે પણ ભારતની આ જાણીતી જગ્યાએ રજાઓ માણવા જઇ શકો છો.જ્યાં તમને પ્રાકૃતિક સૌદર્ય નો અદભુત નજારો પણ જોવા મળશે.

કેરળનું પ્રાકૃતિક સૌદર્ય થી ભરપુર છે. તેની સાથે સાથે લીલોત્રી અને તળાવનો સંગમ તો ખરો જ. અહીં જો તમને તેમાં દરિયાઇ વિસ્તાર ગમતો હોય તો તમે કોવલમ કે વર્કલા બીચ કે એલ્લેપી જેવા રમણીય જગ્યાએ ફરવા જઇ શકો છો. અને પર્વતીય વિસ્તાર જો તમને ગમતા હોય તો મુન્નાર કે જ્યાં ચા ના ખેતરો આવેલા છે તે જગ્યાએ પણ જઈ શકો છો.

રાજસ્થાન તમને આપણા ભવ્ય ઇતિહાસની યાદો તાજી કરાવે છે. તેની વીરોની ધરતી પણ કહેવાય છે. અને આપણને સંસ્કૃતિ અને ઇતિહાસ ની સાથે ફરી જોડાવા મળશે. સાથે જ અહીં ભાનગઢ જિલ્લા જેવી ડરામણી જગ્યાઓ પણ જોવા મળે છે તે ખુબજ રમણીય છે.

ઉદયપુરને પણ પૂર્વનું વેનિસ કહેવાય છે. આ શહેર તળાવોનું શહેર તો છે જ પણ તેની સાથે સાથે ભારતનું ખૂબ જ રૉમાન્ટિક જગ્યાઓમાં આ સ્થળનું નામ આપવામાં આવ્યું છે.

કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવાય છે તે તમે બધા જનો જ છો. તેમાં પણ તમે ગુલબર્ગ, પટનીટૉપ, સોનમર્ગ જેવા સુંદર વિસ્તારોમાં ફરવા જઇ શકો છો. અને હાઉસબોટમાં રહેવાની મજા તો કઈ અલગ જ હોઈ છે જે તમે કાશ્મીર માં માણી શકો છો.

પોંડીચેરી ને ભારતનું ફ્રાંસ માનાવમાં આવે છે. શરદીની ઋતુમાં અહીં ફરવાની મજા જ કંઇક અલગ જ હોય છે. ત્ત્યા નું આલાહાદક વાતાવરણ ની વાત તો શું કરાવી. તો મિત્રો આ દિવાળીની રજાઓમાં તમે પરિવાર સાથે ઉપરની કોઇ પણ જગ્યાઓ પર જઇ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *