- Food

જમવામાં બનાવેલા ભાત માંથી, વધેલા ભાત ના બનાવો પાપડ, ખુબ જ ટેસ્ટી લાગશે

તમે પણ કદાચ આ ભૂલ જરૂર કરતા હશો? મોટાભાગે સ્ત્રીઓ વધેલા ભાત ને ફેંકી દેતી હોય છે કારણ કે આ સાદા ભાત ને બીજી કોઈ વસ્તુ સિવાય એકલા ખાવા ની મજા નથી આવતી. પરંતુ  શું તમે જાણો છો તેને ફેંકી દેવા કરતા જો તેમાથી બીજુ  ઘણું બધું બનાવી શકો છો. તો આજ ના આ આર્ટીકલ મા જણાવીશું કે આ વધેલા ભાત માથી તમે ભાત ના પાપડ પણ બનાવી શકો છો. તો ચાલો આજે જાણી લઈએ આ સરળ રીતે વિશે.

સામગ્રી

એક બાઉલ અથવા તો તમારી આગળ જેટલા વધેલા ભાત છે તે, બે ચમચી તેલ, એક ચમચી લાલ મરચુ, નમક સ્વાદ મુજબ અને અડધી ચમચી અજમો.

રીત

સૌથી પહેલા આ વધેલા ભાત ને એક સાફ કપડામા ફેલાવીને એક કલાક માટે સૂકવા રાખી દો. ત્યારબાદ તેને મિક્ષરમા નાખીને સારી રીતે ગ્રાઈન્ડ કરી લો. હવે આ મિશ્રણ નુ એક પેસ્ટ બનાવીને તેને એક બીજા વાસણ મા કાઢી લેવું. ત્યારબાદ તેમા સ્વાદ મુજબ નમક, લાલ મરચુ તેમજ જીરુ નાખીને તેને સારી રીતે ભેળવી લેવું. આ બધી જ વસ્તુઓ ને સારી રીતે ભેળવ્યા બાદ તેના નાના-નાના લુઆ બનાવી લેવા.

હવે આ બાદ એક પ્લાસ્ટિક લેવું અને તેના પર થોડુક તેલ લગાવવુ અને ત્યારબાદ તેને એક પ્લેટમા કાઢી લેવું. હવે આ બનાવેલા લુઆ ને એક પ્લાસ્ટિક પર રાખવા અને તેના પર બીજુ પ્લાસ્ટિક મુકવું. આમ બંને પ્લાસ્ટિક વચ્ચે આ લુઆ ને હાથ થી ફેલાવી દેવા. હવે હલકા હાથે તેને ફેલાવીને પાપડ જેવા આકાર ના બનાવી લેવા. આ પ્રમાણે બધા જ લુઆ ના પાપડ બનાવી લેવા.

આ તમામ બનાવેલા પાપડ ને ચાર થી પાંચ દિવસ માટે તડકા મા સુકાવવા માટે રાખી મુકવા. ત્યારબાદ આ પાપડ સાવ સુકાઈ જાય એટલે તેને એક એયર ટાઈટ કન્ટેનર મા ભરી ને રાખવા. તો લો તૈયાર છે તમારા સ્વાદિષ્ટ મસાલાવાળા ચોખા ના પાપડ. હવે તેને તમે તમારી ઈચ્છા પ્રમાણે જયારે પણ ઈચ્છો ત્યારે તળીને ખાઈ શકો છો.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *