- Religious

આ મંદિરમા ચમત્કારિક રીતે પ્રગટ થયુ જ્યોતિર્લીંગ , વાંચો મંદિર સાથે જોડાયેલી આ પૌરાણિક કથા

મિત્રો, આજે આપણે જે જ્યોતિર્લિંગ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તે પ્રભુ શંકર ના બાર જ્યોતિર્લિંગોમાનુ એક જ્યોતિર્લીંગ છે. આ મંદિર નાસિક શહેરમા સ્થિત છે. આ મંદિર ગોદાવરી તટના કિનારા પર આવેલ છે. શ્રાવણ માસમા લાખો લોકો અહી આવે છે અને પ્રભુ શંકરની પૂજા કરે છે.

આ પૌરાણિક મંદિર સાથે જોડાયેલી માન્યતાઓ પ્રમાણે શિવલિંગ પોતે જ આ સ્થાન પર પ્રગટ થયુ હતુ. અહી આવીને પ્રભુ શંકરની પૂજા કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. આ જ્યોતિર્લિંગ સાથે જોડાયેલી એક વાર્તા પણ છે અને આ વાર્તા નીચે મુજબ છે.

જાણો જ્યોતિર્લિંગ ની આ પૌરાણિક ગાથા વિશે :

આ જ્યોતિર્લિંગ સાથે સંકળાયેલી લોકપ્રિય કથા પ્રમાણે માહન ઋષિ ગૌતમ અહી આવ્યા હતા. આ ઋષિને અન્ય કોઈપણ ઋષીઓ પસંદ નથી કરતા. એકવાર આ ઋષિમુનિઓએ ઋષિ ગૌતમ પર ગૌમાતા ની હત્યાનો આરોપ લગાવ્યો હતો. આ પાપનુ પ્રાયશ્ચિત કરવા માટે ઋષિમુનિઓએ ઋષિ ગૌતમ ને દેવી ગંગા નદી ને આ સ્થાન પર લાવવા માટે કહ્યુ. ગંગા નદી અહી આવ્યા પછી જ તેઓ આ પાપ થી મુક્ત થશે.

માતા ગંગા ને નાસિકમા લાવવા માટે ઋષિ ગૌતમે પ્રભુ શિવ અને માતા પાર્વતી ને અખંડ તપસ્યા કરી હતી. આ તપશ્ચર્યા થી પ્રસન્ન થઈને પ્રભુ શિવ અને પાર્વતીજી પ્રગટ થયા અને તેમને તેમની ઈચ્છાઓ જણાવવા માટે કહ્યુ. ત્યારબાદ ઋષિ ગૌતમે પ્રભુ શિવ ને ગંગા માતાએ આ સ્થળે મોકલવા કહ્યુ.

જ્યારે ગંગા માતા ને આ વિશે ખ્યાલ પડ્યો ત્યારે તેમણે મહાદેવ ને જણાવ્યુ કે, જો તે આ સ્થાન પર બિરાજમાન થશે તો જ તે અહી આવશે. ત્યારબાદ મહાદેવ અહી ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ તરીકે સ્થાપિત થયા અને ગંગા નદી અહીં ગૌતમી તરીકે વહેવા માંડી. ગૌતમી નદીને ગોદાવરી નદી તરીકે પણ ઓળખવામા આવે છે.

અહી ત્રિદેવ ની કરવામા આવી છે એકસાથે સ્થાપના :

આ મંદિરમા ત્રણ નાના શિવલિંગ સ્થિત છે, જેને ત્રિદેવ નુ પ્રતીક માનવામા આવે છે. એટલુ જ નહી આ મંદિરની પાસે ત્રણ પર્વતો પણ છે, જેને બ્રહ્મગિરિ, નીલગિરી અને ગંગા દ્વાર પણ કહેવામા આવે છે. દૂરદૂર થી લોકો આ મંદિરની યાત્રાએ અહી આવે છે અને શિવલિંગની મુલાકાત લે છે. આ સિવાય શિવરાત્રી અને સાવન માસ દરમિયાન પણ મોટી સંખ્યામાં લોકો આ મંદિરની મુલાકાત લે છે.

આ મંદિરની મુલાકાત માટેનો શ્રેષ્ઠ સમય :

આ મંદિર એ મહારાષ્ટ્ર રાજ્ય ના નાશિક શહેરમાં છે.આ મંદિરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય માર્ચ થી મે અને સપ્ટેમ્બર થી નવેમ્બર વચ્ચે નો હોય છે. તેથી, આ સમય દરમિયાન તમે આ મંદિરની મુલાકાત લેવાની યોજના કરો તો ખુબ જ સારુ રહેશે. મંદિરની નજીક રહેવા માટે તમને ધર્મશાળા પણ સરળતાથી મળી જશે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *