- Bollywood

રિયાલિટી ટીવી શો મા થયા ન થવાના કામ! કોઈનો ફાટયો ડ્રેસ તો કોઈને પડી થપ્પડ અને કોઈને તો જબરદસ્તી કિસ…

બોલિવૂડ ફિલ્મ જગત અને ટીવી ની દુનિયામાં કેટલીક વખત એવા કિસ્સાઓ સામે આવે છે કે તે જોઈને કે સાંભળીને લોકો દંગ રહી જતા હોય છે. હાલમા જ નેહા કક્કડને ઈન્ડિયન આયડલ રીયાલીટી શો ના મંચ પર એક સ્પર્ધકે જબરદસ્તી કિસ કરી લીધી. પરંતુ આવુ પહેલી જ વાર નથી બન્યું. આ પહેલા પણ ઘણા રિયાલિટી શો મા સ્ટારને ચાહકોની અજીબ હરકતોનો સામનો કરવો પડયો છે.

નેહા કક્કડ

લોકપ્રિય સિગિંગ રિયાલિટી ટીવી શો ઈન્ડિયન આયડલ નાં જજ નેહા કક્કડ બધા લોકોની ફેવરિટ સિંગર છે. પરંતુ હાલમાં જ કંઈક એવુ થયુ કે જે બધા માટે ખુબ જ ચોંકાવનારુ હતું. ઈન્ડિયન આયડલના મંચ પર એક સ્પર્ધકે નેહા કક્કડને જબરદસ્તી ગળે લગાવી અને કિસ કરી લીધી હતી. આ કિસ્સાનો વીડિયો પણ સોધીયલ મીડિયા માં ખુબ વાયરલ થયો છે. સ્પર્ધકની આ હરકત જોઈને અનુ મલિક પણ ખુબ ગુસ્સે ભરાયા હતા.

હિના ખાન

આ ઉપરાંત જો વાત કરીએ તો હિના ખાન સાથે તો આના કરતા પણ વધારે ખરાબ કિસ્સો બન્યો હતો. હિના જ્યારે બિગ-બોસ માં હતી ત્યારે એની હરકતોથી સૌ કોઈ નારાજ હતા. એ દરમિયાન એક વખત મુંબઈ મોલ માં બિગ-બોસ ની તેની મિત્ર માટે વોટ માટેની અપીલ કરવા માટે પહોંચી હતી. ત્યારે કેટલાક લોકો તેની નજીક આવ્યા અને ખરાબ વ્યવહાર કર્યો હતો. કેટલાક લોકોએ તેનાં વાળ ખેચ્યાં હતા તો કેટલાક લોકોએ જબરદસ્તી ધક્કામુક્કી પણ કરી હતી.

ગૌહર ખાન

હવે જો વાત કરીએ હોટ હીરોઈન ગૌહર ખાન ની તો તેની સાથે તો એક કરતાં પણ વધારે વખત આવા કિસ્સાઓ બની ચુક્યા છે. રેમ્પ વોક કરતાં કરતાં તેનો ડ્રેસ ફાટી જવાથી લઈને અજીબ લોકોએ થપ્પડ મારવાના દાખલા તેના નામે આજ સુધી બની ચુક્યા છે.

એક વખત રિયાલિટી શો માં ગૌહર ખાન હોસ્ટ કરી રહી હતી. ત્યારે એક વ્યક્તિએ તેની ડ્રેસને લઈ સ્ટેજ પર જઈને અચાનક જ એક થપ્પડ મારી દીધી. આ ઘટના જોઈને અભિનેત્રીને તો હેરાન જ રહી ગઈ હતી પરંતુ આખું બોલિવૂડ ફિલ્મ જગત પણ ચોંકી ગયું હતું. કેટલાય સ્ટાર લોકોએ આ કિસ્સાની ભારે નિંદા પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *