- Bollywood

રાજા હિન્દુસ્તાની ફિલ્મનાં અભિનેતાનું થયું નિધન, બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને પડી મસમોટી ખોટ, પ્રિયંકા-કેટરિના પણ રડી…

રાજુ હિન્દુસ્તાની ફિલ્મ, જે ખૂબ પ્રખ્યાત થઈ છે અને બોલિવૂડ એક્ટર અને કથક ગુરુ તરીકે જાણીતી છે, વિરુ કૃષ્ણનનું નિધન થયું છે. પ્રખ્યાત અભિનેતાએ શનિવાર, 7 સપ્ટેમ્બર 2019 ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.વિરુ કૃષ્ણનના નિધન બાદ બોલિવૂડ ફિલ્મ જગતની તમામ હસ્તીઓ શોક વ્યક્ત કરી હતી. તેમણે રાજા હિન્દુસ્તાની, દુલ્હે રાજા, ઇશ્ક, અકેલે હમ અકેલે તુમ જેવી કેટલીક યાદગાર ફિલ્મોમાં ખૂબ જ સારૂ પ્રદર્શન કર્યું છે અને લોકોના હૃદયમાં છાપ બનાવી છે..

વીરૂ કૃષ્ણનને બોલિવૂડ ફિલ્મ જગતમાં સૌથી વધુ કથક ગુરૂ કરી તરીકે ઓળખાય છે. તેમણે અનેક ફ્લ્મોમાં ઘણા યાદગાર અભિનય પણ કર્યા છે. કેટલાક ફિલ્મી સિતારાઓએ તો તેમની પાસેથી ટ્રેનિંગ પણ લીધી છે. જેમાં બોલીવુડ ની પ્રખ્યાત અને ટોપ-૧૦ માં આવતી પ્રિયંકા ચોપરા અને કેટરીના કૈફ જેવા અનેક નામો પણ સામેલ છે. તાજેતરમાં જ હોટ અભિનેત્રી કેટરીના કૈફને જ્યારે તેમના ફેવરિટ ટીચર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે આ ટીચર વીરૂ કૃષ્ણનનું જ નામ લીધું હતું.

બોલીવુડ ની બોલ્ડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ કોઇક યૂઝરના ટ્વીટને રિટ્વીટ કરતા વીરુ કૃષ્ણનને યાદ કર્યા અને પોતાના બેસ્ટ ગુરૂ કહ્યા હતા. તેણે ટ્વીટ કરતાં લખ્યું હતું કે, “તમે મને ડાન્સ શીખવ્યો છે. ડાન્સ પ્રત્યે તમારો પ્રેમ અને સમર્પણ એટલું પ્રભાવિત કરનારું હતું કે મેં તમારી પાસેથી કથક સિવાય પણ ઘણું શીખવા મળ્યું હતું. તમે હંમેશા માટે યાદ રહેશો પ્રિય ગુરૂજી.”

બોલીવુડ ની પ્રખ્યાત અભિનેત્રી લારા દત્તાને પણ આ સમાચાર મળતા ખૂબ જ દુઃખ થયું હતું. તેમને પણ ગુરૂજી ના પરિવાર માટે સહૃદયથી પ્રાર્થના અને સંવેદનાઓ વ્યક્ત કરી હતી.

બિગ બૉસ-૧૨ સીઝન માં કોન્ટેસ્ટન્ટ રહી ચૂકેલા કરણવીર બોહરાએ પણ વીરુ કૃષ્ણન સાથે એક વીડિયો શૅર કર્યો છે. તેમણે વીડિયો સાથે કહ્યું હતું કે, “મને આ લખતાં ખૂબ જ દુઃખ ની લાગણી થાય છે કે મારા પ્રિય ગુરૂજી હવે આ દુનિયા છોડીને જઈ ચૂક્યા છે.