- Bollywood

કરીના આમ ને આમ જ પરણેલા સૈફને નથી પરણી, લગ્ન વખતે રાખી હતી આ મોટી શરત!! કહ્યુ હતુ કે હુ પૈસા…

બોલિવૂડ ફિલ્મ જગતમાં આમ તો સાંજ થાય ત્યાં તો કેટ-કેટલીય નવી પ્રેમ-કહાનીઓની નવી શરૂઆત થાય છે અને કેટ-કેટલીકનો અંત પણ આવે છે. તો વળી આ જ પ્રેમ-કહાનીઓ માંથી અમુક લગ્નમાં પણ પરિવર્તિત થતી હોય છે. પરંતુ સૈફ અલી ખાન અને કરિના કપૂરનાં લગ્ન ખુબ ચર્ચામાં રહ્યા હતા. હમણાં જ તેની સાતમી લગ્ન વર્ષગાંઠ ની ઉજવણી કરી.

વર્ષ ૨૦૧૨ માં જ્યારે સૈફ અલી ખાન અને કરીના કપૂર ના લગ્ન થયા. કરીના કપૂર સૈફ અલી ખાન કરતા ૧૦ વર્ષ નાની હતી એટલે આ લગ્ન ખુબ ચર્ચામાં રહ્યા હતા. આ કપલે સાબિત કરી બતાવ્યું હતું તે પ્રેમને ઉમર સાથે કોઈ લેવા-દેવા જ નથી. ફિલ્મથી આ પ્રેમ-કહાની શરૂ થઈ હતી. ટશન ફિલ્મના શુટિંગ દરમિયાન કરીના કપૂર ને સૈફ અલી ખાન સાથે પ્રેમ થયો હતો. ફિલ્મ તો ફ્લોપ રહી પરંતુ પ્રેમ-કહાની સુપરહિટ રહી.

બંન્નેની પ્રેમ-કહાનીનો ભાંડો ત્યારે ફૂટ્યો કે જ્યારે કરીના કપૂરે સૈફ અલી ખાનના નામનુ ટેટુ કરાવ્યુ. ત્યારે બન્ને વચ્ચે ખુબ સારૂ લવ બોન્ડિંગ હતું. હાલમાં પણ બંન્ને હાથમાં હાથ નાખીને જ ફરતાં જોવા મળે છે. પરંતુ કરીના કપૂરે લગ્ન વખતે એક મોટી શરત રાખી હતી કે જેનો ઉલ્લેખ બોલીવુડ ફિલ્મ જગતની આ હોટ અને પ્રખ્યાત હિરોઈને એક ઈન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો.

કરીના કપૂરે સૈફ અલી ખાન સામે મોટી શરત એ રાખી હતી કે, હું તમારી પત્ની છુ અને હું મારું કામ પણ કરીશ, પૈસા કમાઈશ પરંતુ તમારે મને આખી જીંદગી મને અને મારા કામને સમર્થન કરવું પડશે. લગ્નના ચાર વર્ષ બાદ ૨૦ ડિસેમ્બર ૨૦૧૬ નાં રોજ પુત્ર તૈમુરનો જન્મ થયો હતો. ત્યારબાદ સૈફ અલી ખાન અને કરીના કપૂરનું જીવન પણ બદલાઈ ગયું. હાલમાં તૈમુર પણ મીડિયામાં ખુબ ચર્ચામાં રહે છે. અહી એ પણ ઉલ્લેખનીય છે કે કરીના કપૂરે બેબી બંપ સાથે પણ રેમ્પ વોક કર્યું હતું અને પ્રેગ્નેંસી દરમિયાન પણ તેને પોતાનું કામ ચાલુ જ રાખ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *