- Bollywood

અમિતાભથી વર્ષો પહેલા થઈ ગઈ મોટી ભૂલ, આજે પણ ભોગવી રહ્યા છે આવા ગંભીર પરિણામો

બોલીવુડ ફિલ્મ જગતના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન હાલમાં કેબીસી(KBC) ને લઈને તો ખુબ ચર્ચામાં છે જ. પરંતુ તેને હાલમાં જ ૩ દિવસ સુધી મુંબઈ શહેરની નાણાવટી હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા. એવો પણ ખુલાસો થયો છે કે તેને રૂટીન ચેકઅપ માટે મંગળવાર ના રોજ બપોરે ૨ વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તો ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યા છે.

પરંતુ આ પહેલાની વાત છે કે વર્ષ ૨૦૧૨ માં ૧૨ દિવસ માટે અમિતાભને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચન ને લિવર સાથે જોડાયેલી બિમારી ઘણા સમયથી છે. અહી એ પણ ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૮૨ માં ફિલ્મ કુલીના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ને એક એક્શન સીન શૂટ કરતી વખતે ભારે શારીરિક નુકસાન થયુ હતુ.

એટલો મોટો ગંભીર અકસ્તામ થયો હતો કે તેમનું ખૂબ લોહી પણ વહી ગયુ હતુ. સ્થિતિ એવી નાજુક થઈ ગઈ હતી કે ડોક્ટરોએ તેમને કોઈપણ કામ કરવાની પણ ના પાડી હતી. ખૂબ લોહી વહી જવાના કારણે અકસ્માત બાદ તેમને ૨૦૦ દાતાઓ દ્વારા કુલ ૬૦ બોટલ લોહીની ચઢાવવામાં આવી હતી. ત્યારબાદ જીવના જાખમે તે આ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા હતા. પરંતુ આ એક બિમારી બાદ અમિતાભને એક બીજી બીમારી થઈ અને ખુબ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

આ અગાઉ એક ઈન્ટરવ્યુ દરમિયાન અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે ‘અકસ્માત સમયે મે જેટલા દાતાઓનું લોહી લીધું હતું એમાંથી એકનું લોહી મને ખુબ ભારે પડયુ હતું કારણ કે તેમાંથી એકને હેપેટાઈટિસ-બી નામની બીમારી હતી. જેના કારણે મારા શરીરમાં પણ આ રોગ ગંભીર પ્રવેશી ગયો હતો. ૨૦૦૦ ના વર્ષ સુધી તો હું સંપૂર્ણ સ્વસ્થ રહ્યો પરંતુ ત્યાર બાદ સામાન્ય મેડિકલ ચેકઅપ દરમિયાન સામે આવ્યુ કે મારું લિવર ખરાબ છે તેમાં ચેપ લાગ્યો છે.’ અમિતાભ બચ્ચન માત્ર ૨૫ ટકા લિવરના સહાર જ જીવિત છે. માટે તેમને વારે વારે આવી શારીરિક તકલીફોનો સામનો કરવો પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *