- News

નેટબેન્કિંગ ની જમાના માં ઘણી વખત ભુલ થી બીજા ના ખાતા માં પૈસા ટ્રાન્સફર થઇ જાય છે તો આ રીતે મેળવશો પરત

દેશ ડિજિટલ થઇ રહ્યો છે અને આજ ના સમય મા ઓનલાઈન પેમેન્ટ તેમજ મની ટ્રાન્સફર કરવાનુ હાલ ચલણ વધી રહ્યુ છે. મોટાભાગે માણસો પોતાના મિત્રો તેમજ પરિવાર ના સભ્યો ને પૈસા મોકલવા માટે આ ઓનલાઈન મની ટ્રાન્સફર નો ઉપયોગ કરતા હોય છે કેમ કે તેના થી સમય ની બચત થાય છે. આ દરમિયાન ઘણીવખત આપણે આ પેમેન્ટ કરવામા ઉતાવણ કરતા હોઈએ છીએ અથવા તો કોઈ ભૂલ કરી દઈએ છીએ. જેથી ઘણી વખત પૈસા બીજા કોઈ ખાતામા ટ્રાન્સફર થઈ જાય છે.

છેલ્લા ઘણા વર્ષો થી આવી ઘટનાઓ સામે આવી છે કે જેમા વ્યક્તિઓ ના પૈસા ખોટા ખાતામા ટ્રાન્સફર થઈ ગયા છે કે કોઈની સાથે ઓનલાઈન છેતરપીંડિ થઈ છે. એવી ઘણી ઘટનાઓ પણ સામે આવી છે કે જેમા માત્ર મિસ્ડકોલ આપીને પણ તમારા ખાતા માથી પૈસા ઉડાવી ગયા છે. આ પ્રકાર ની ઘટનાઓમા સતત વધારો થઈ રહ્યો છે. ત્યારબાદ બેંક તમારી આપવામાં આવેલી જાણકારી મુજબ તપાસ કરશે કે શુ તમારા પૈસા ભૂલ થી કોઈ બીજા ખાતામા ટ્રાન્સફર થયા છે કે પછી કોઈએ ભૂલ થી આ પૈસા નિકાળ્યા છે.

આ તપાસ પૂરી થયા બાદ બેંક તમને તમારા પુરા પૈસા આપશે, પરંતુ તેના માટે તમારે ઘણી શરતો નુ પાલન કરવુ પડે છે અને પૈસા પરત મેળવવા માટે તમારે સૌથી પહેલા તો તમારા એ.ટી.એમ કાર્ડ ના નંબર તેમજ ઈન્ટરનેટ બેંકિગ સેવા ને બંધ કરાવવી પડે છે. ત્યારબાદ પોલીસમા આ બાબતે ફરિયાદ નોંધાવવી પડે છે અને એફ.આઈ.આર ની એક કૉપી બેંકમા જમા કરાવવી પડે છે. બેંક એફ.આઈ.આર અંતર્ગત નિકાળવામા આવેલા પૈસા ની તપાસ કરશે.

જો તમારી સાથે કોઈપણ પ્રકાર ની છેતરપીંડી થઇ છે તો તમને તમારા પુરા પૈસા પરત મળી જશે. પરંતુ જો તમે ભૂલ થી કોઈ વ્યક્તિ ના ખાતામા પૈસા જમા કરાવી દીધા છે, તો પહેલુ કામ એ છે કે તમે તમારી બેંક મા જઈને તેમને જાણવાનો પ્રયાસ કરો કે તમે ક્યા વ્યક્તિ ના ખાતામા પૈસા ટ્રાન્સફર કર્યા છે.

ત્યારબાદ જે ખાતામા પૈસા ટ્રાન્સફર થયા છે તેની બેંક ને જઈને મળો. જો ભૂલ થી પૈસા ટ્રાન્સફર થવાનો પૂરાવો આપવા પર તમને પૈસા મળી શકે છે. તેના માટે પ્રથમ કામ તો એ છે કે તમે બેંક ને તેના વિશે સૂચિત કરો તેમજ વિસ્તાર પુરેપુરી જાણકારી આપો. રિઝર્વ બેંક ના જણાવ્યા પ્રમાણે જો તમારી જાણ બહાર પૈસા નિકાળવામા આવ્યા છે. તો તમને ત્રણ દિવસમા બેંક આ ઘટના ની જાણકારી આપવી પડશે. જેથી તમારા પૈસા બચી શકે છે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *