- News

તમારી આ એક ભૂલ ના કારણે, એટીએમ માંથી રૂપિયા ઉપાડતી વખતે તમને થઇ શકે છે હજારો રૂપિયા નું નુકસાન

મિત્રો આપ બધા ને ખબરજ હશે કે શહેરમા એ.ટી.એમ. માથી કાર્ડ રિડર ની ચોરી કરી તેના ડેટા થી ક્લોનિંગ મશીન દ્વારા બનાવટી એ.ટી.એમ કાર્ડ બનાવી માણસો ના ખાતા માથી દેશ ના વિવિધ રાજ્યો ના એ.ટી.એમ માથી રોકડ રકમ  ઉપાડતી આંતરરાજ્ય ટુકડી ને સુરત શહેર ક્રાઈમ બ્રાંચે પકડી પાડી છે. મિત્રો આ ટુકડી બિહાર ની ફ્લાઈટમા આવક જાવક  કરતી હતી.

મિત્રો બુરખામાં ઉભેલા આ પાંચ વ્યક્તિઓ જે માત્ર સુરતજ  નહીં પણ  બિહાર, યુપી તેમજ  દિલ્હી માણસો ની  મહેનતથી કમાયેલ  લાખોના રૂપિયા ને ઘડીક માં ઉપાડી લેતાં હતાં. સુરત ક્રાઇમ બ્રાન્ચ સહિત કેટલાક પોલીસ મથકોમાં એવી ફરિયાદ નોંધાય હતી કે  બેન્ક એકાઉન્ટમાંથી કોઈએ રૂપિયા ઉપાડી લીધા છે.

પણ મિત્રો તેમને કોઈ પણ ટ્રાન્જેક્શન કર્યું નથી. પરંતુ સતત મળતી ફરિયાદોને પગલે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જે બેન્કોમાં આ ઘટના બની હતી તે બેંકો, એટીએમ સેન્ટરોની તપાસ હાથ માં લીધી.અને તેની  સાથે જ હિટાચી કંપનીનો સંપર્ક કરી ખોટા  એ.ટી.એમ કાર્ડ દ્વારા બેંક એકાઉન્ટ માંથી બારોબાર રૂપિયા કાઢી   લેતા અને તે માણસો  સુધી પહોચવાના પ્રયત્નો હાથ ધર્યા હતાં. જેમાં ટેકનિકલ સર્વેલન્સ, સી.સી.ટી.વી ફુટેજ

તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ ને આધારે મળતી માહિતી અનુસાર મૂળ બિહાર ના ગયા જિલ્લા ના ટંનટુપા ગામ ના બીટ્ટુ કુમાર નવીનસીંહ ભુમિહાર, હીમાંશુ શેખર ભુમિહાર, મુરારીકુમાર વિજય પાંડે, રીતુરાજસીંહ ઉર્ફે બીટુ નિરજસીંહ ભુમિહાર અને સોનકુમાર સીંહ બીપીનસીંહ ભુમીહાર એ જ આ ટુકડી ના સભ્યો છે.

મિત્રો જે એટીએમ કાર્ડ ક્લોન કરી માણસો  ની રકમ ઉપાડી લેતાં હતાં. આ અંગે ક્રાઇમ બ્રાન્ચના એસીપી આર આર સરવૈયાએ જણાવ્યું કે પકડાયેલા ગુનેગરોની પુછતાછ કરતા તેમને જણાવ્યું હતું કે વોન્ટેડ આરોપી મનિષકુમાર સાથે મળી બિહારથી દિલ્લી અને દિલ્લીથી સુરત હવાઈજહાજ દ્વારા આવીને સુરત શહેરમાં ડીંડોલી, ઉધના, લિમ્બાયત, સચિન, સચિન જી.આઈ.ડી.સી, પાર્ડેસરા, પુણા વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ આવેલ એન.સી.આર કંપનીના એક્સિસ બેન્કના એ.ટી.એમ. ટાર્ગેટ કરીને એક્સિસ બેન્કના એ.ટી.એમ.મશીન નુ હુડ ડુપ્લેકટ ચાવી વડે ખોલી એટીએમ માંથી  મૂડી  ઉપાડવા આવતાં કાર્ડ ગ્રાહકોના ડેટા ચોરી કરવાના એ.ટી.એમ.ના કાર્ડ રીડરમાં ચીપ ઇન્સર્ટ કરી કાર્ડનો ડેટા કોપી કરી ચોરી કરતુ સ્કીમર ડીવાઇસ ફીટ કરતા હતાં.

જ્યારે મિત્રો  કોઈ માણસ એ.ટી.એમ સેન્ટર.માં પૈસા  ઉપાડવા આવતા ત્યારે તે વ્યક્તિઓની આજુ બાજુમાં ઉભા રહી જાય અને  તે વ્યક્તિના કાર્ડના પીન નંબર તથા એ.ટી.એમ કાર્ડ પર રહેલા છેલ્લા ચાર ડીઝીટ જોઇ લખી લે અને  એટીએમ મશીનોમાંથી કાર્ડ રીડર ચોરી કરી તે ચોરી કરેલ પીન નંબર તથા કાર્ડ નંબરોની માહીતી તથા સ્કીમર મશીન દ્વારા ચોરી કરેલા ડેટાની માહીતી સરખાવી એ.ટી.એમ. કાર્ડનો આખો નંબર તથા તેનો ચોરી કરેલ પીન નંબરની વિગતો  ની મદદ થી   દિલ્હી તથા બિહાર જઇ પોતાની પાસેના ચોરીના એટીએમ કાર્ડમા રાઇટર સોફ્ટવેરના મદદથી સ્કીમર મશીન દ્વારા ભેગા  કરેલા એ.ટી.એમ.ના ડેટાની  વિગતો  બ્લેક કાર્ડમા રાઇટ કરી તે એટીએમ કાર્ડ ક્લોન કરીને દિલ્લી ફિરોજપુર જઈ એ.ટી.એમ માંથી કેસ ઉપાડી લેતાં હતાં.

મિત્રો સુરત સીવાય ના   મુબઈ, દિલ્લી, બિહાર, ઝારખંડ, ઉતરપ્રદેશ અને  ભારતના જુદા જુદા  રાજ્યોમાં આ રીતે ગુનાઓ કર્યા હતાં. શહેરમાં જેની તપાસ   પોલીસ કરે  છે, આ સાથે બેંકમાંથી ઉપાડી લઈ ઘરફોડ કરી તથા અન્ય મળી કુલ -૧૦ અરજી ગુનેગારો સામે મળી છે, જેનો કેસ સોલ થય ગયો છે. હાલમાં પણ તેમજ ગુનેગારઓ  એ સચિન જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલ એકિસસ બેન્કના એ.ટી.એમ માં સ્કિમર લગાવેલ છે.

પરંતુ મિત્રો પોલીસ ચંભીન મા સુરત શહેર ના ડીડોલી પોલીસ સ્ટેશન, પાંડેસરા પોલીસ સ્ટેશન, લિંબાયત પોલીસ સ્ટેશન ના ૪ આરોપ અને બનાવટી એ.ટી.એમ કાર્ડ દ્વારા છેતરી લીધેલા, પાડેસરા પોલીસ સ્ટેશન, ઉધના પોલીસ સ્ટેશન, પુણા પોલીસ સ્ટેશન, પાડેસરા પોલીસ સ્ટેશન, ડીડોલી પોલીસ સ્ટેશન અને ડી.સી.બી પોલીસ સ્ટેશનના આરોપો કર્યા ની કબુલ  કરી લીધી હતી. ગુનેગારો ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ સાથે  રાજ્ય ના જુદા-જુદા પોલીસ સટેશન ના વોન્ટેડ છે. સરવૈયા સાહેબ એ એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે ગુનેગારો  ધોરણ ૧૨ સુધી ભણ્યા છે, કેટલાક કોલેજ અધુરી છોડી દીધી હતી.

બિહારના ગયા જિલ્લાના ટુંનટુપા ગામમાં રહેતાં મોટાભાગના માણસો  આજ કામ સાથે જોડાયેલા છે, તેના  પાસેથી જ આ બધા અ તાલીમ લીધેલી હતી. વધુ એમ પણ જણાવ્યું હતું કે એક્સીસ બેંકના એટીએમમાં કેટલીક ટેક્નિકલ લુપહોલ છે, જેનો લાભ ગુનેગારો એ લીધો  છે. માણસો ને અપીલ કરતાં સરવૈયાસાહેબએ જણાવ્યું હતું કે લોકો જ્યારે પણ એટીએમ મશીનમાં રૂપિયા કાઢવા જાય ત્યારે ત્યાં કોઈ માણસ  છે  કે નહીં તેનું ધ્યાન રાખે, જો કોઈ વ્યક્તિ હોય તો તેને બહાર નીકળવા  નું કહી દે અને  સાથે જ મશીન પર એક વખત હાથ ફેરવી જુએ જેથી કોઈ સ્કેનર કે અન્ય કઈ લગાવી હોય તો તેની જાણકરી મળી જાય.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *