- Food

તહેવારો માં ઘરે જ બનાવો અમૃતસરી અજવાઇન પનીર નું શાક, એક દમ હોટેલ જેવું જ બનશે

મિત્રો આ વસ્તુ નું  નામ આવતાની સાથે જ મોંઢા પાણી આવી જાય છે. પનીરની આપણે જુદી જુદી વાનગીઓ બનાવીએ છીએ. તો આજે અમે તમારા માટે એક ખુબજ સ્વાદ થી ભરપુર રેસીપી લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે ખુબજ જડપ થી  બનાવાય અમૃતસરી અજવાઇન પનીર…

અમૃતસરી અજ્વાઈન પનીર બનવા માટે સામગ્રી

૨૫૦ ગ્રામ – પનીર (ટૂકડા), બે કપ – ટમેટા પ્યુરી, ૫ થી ૬ નંગ – કાજુ (સમારેલા), ૨ થી ૩ નંગ – કાંદા (સમારેલી), એક ટૂકડો – આદુ, બે કળી – લસણ, એક થી બે નંગ – લીલા મરચાં, એક થી બે નંગ – લવિંગ, એક ચમચી – અજમો, બે ચમચી – ગરમ મસાલો, એક ચમચી – હળદર, એક ચમચી – ધાણા પાવડર, એક ચમચી – લાલ મરચું, અડધી ચમચી – ખાંડ, સ્વાદાનુસાર – નમક, જરૂરિયાત મુજબ – તેલ અને એક મોટી ચમચી – કોથમીર

અમૃતસરી અજ્વાઈન પનીર બનાવવાની રીત

મિત્રો સૌથી પહેલા ડુંગળી, લસણ, આદુ અને લીલા મરચાંને એકી સાથે પીસી નાખો. હવે મિત્રો કાજુને પણ પીસી નાખો. તે પછી અજમો અને લવિંગ પણ પીસી નાખો . હવે ધીમા ગેસ પર એક પેન મા તેલ ગરમ કરી લો. તેલ ગરમ થતા જ તેમા ડુંગળી, લસણ અને લીલા મરચા ની ગ્રેવી ઉમેરીને તતડાળી લો. તે બાદ તેમા બાકીના પીલેલા મસાલા, હળદર પાવડર અને મીઠું ઉમેરીને ૩ થી ૪ મિનિટ સુધી તતળવા દો.

હવે તેમા ધાણા પાવડર, લાલ મરચું, ટોમેટો ગ્રેવી ઉમેરીને ભેળવી લો, તે પછી ૫ થી ૬ મિનિટ તેને ઢાંકીને રાખો. હવે તેમા પનીર, કાજુ અને ખાંડ ઉમેરીને ૩ થી ૪ મિનિટ ગરમ થવા દો. લીલી કોથમીર ઉપર થી ઉમેરીને ગેસ બંધ કરી દો. તો મિત્રો તૈયાર છે આપનું અમૃતસરી અજવાઇન પનીર…

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *