- Rashifal

અઠાવન વર્ષ બાદ નવરાત્રી ના પવિત્ર પર્વ પર સર્જાઈ રહ્યો છે એક વિશેષ યોગ, જાણો કુંભ સ્થાપના નુ શુભ મહુરત

મિત્રો, હાલ પરસોતમ માસ નો અંત થવાની સાથે પવિત્ર અને પાવન પર્વ શરદ નવરાત્રી નો પ્રારંભ થશે. શરદ માસના શુક્લ પક્ષ ની એકમ થી શરૂ થનાર આ પવિત્ર પર્વમા માતા દુર્ગા ના નવ સ્વરૂપો ની પૂજા કરવામા આવશે. નવરાત્રીના નવે નવ દિવસ માતા દુર્ગા ના અલગ-અલગ સ્વરૂપો ને સમર્પિત હોય છે. જ્યોતિષ તજજ્ઞો ના મત મુજબ આ વખતે અઠાવન વર્ષ બાદ એક ખૂબ જ શુભ સંયોગ સર્જાવા જઈ રહ્યો છે.

જ્યોતિષના વિદ્વાનો ના મત મુજબ આ વર્ષે અઠાવન વર્ષ બાદ શનિ, મકર, ગુરુ પોતાની ઘન રાશિમા પરત ફરશે . આ સિવાય આ વખતે કુંભ સ્થાપના પર પણ વિશેષ યોગ બનવા જઈ રહ્યો છે. આ મહાયોગ અનેક લોકોના ઘર ખુશીઓથી  ભરી દેશે.

નવરાત્રી ના સર્વપ્રથમ દિવસ પર માતા શૈલપુત્રી ની આરાધના કરવામા આવે છે. આ દિવસે કુંભ સ્થાપિત કરવામા આવે છે. જવ વાવવા ની સાથે અખંડ જ્યોત પણ પ્રજ્વલિત કરવામા આવે છે. સંપૂર્ણ વિધિ-વિધાન થી નવરાત્રી ના વ્રત રાખનાર લોકો ને માતાના વિશેષ આશિર્વાદ પ્રાપ્ત થાય છે.

કુંભ સ્થાપવા માટેનુ શુભ મહુરત : 

નવરાત્રી ના પાવન અને પવિત્ર પર્વ ના સર્વપ્રથમ દિવસે કુંભ ની સ્થાપના કરવામા આવે છે. તેની સ્થાપના માટેનુ શુભ મહુરત સવારે છ વાગ્યા ને દસ મિનિટ નુ છે. જો તમે કોઈ કારણસર આ સમયે કુંભ સ્થાપના ના કરી શકો તો આ તિથિએ સવારે અગિયાર વાગ્યે અને બે મિનિટ થી લઈને અગિયાર વાગ્યા ને ઓગણપચાસ મિનિટ વચ્ચે કુંભની સ્થાપના કરી શકો છો.

કેવી રીતે કુંભની સ્થાપના કરવી : 

વાસ્તુ મુજબ ઘરમા પૂજાસ્થળ હંમેશા ઉત્તર અને પૂર્વ દિશામા હોવુ જોઈએ એટલા માટે ઘરની ઉત્તર પૂર્વ દિશામા કુંભની સ્થાપના કરવી. આ સિવાય ચોકી ઉપર લાલ રંગનુ કપડુ પાથરવુ અને કુમકુમ થી એક સ્વસ્તિક અવશ્ય બનાવવો. ત્યારબાદ માતા દુર્ગા ની પ્રતિમા ને સ્થાપિત કરો.

કયા-કયા વિશેષ સંયોગ બની રહ્યા છે આ દિવસે ? 

નવરાત્રી ના પાવન પર્વ પર અનેકવિધ વિશેષ સંયોગ બની રહ્યા છે રાજયોગ, દિવ્ય પુષ્કર યોગ, અમૃત યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને સિદ્ધિ યોગ શારદીય નવરાત્રીને વિશેષ બનાવી રહ્યા છે. આ દરમિયાન માતા દુર્ગા ને લાલ વસ્ત્ર , ફળ અને ફૂલ અર્પિત કરવાથી ખૂબ જ લાભ મળશે. દુર્ગા સપ્તશતી નો પાઠ કરવાથી તમારી તમામ  મનોકામનાઓ પણ પુરી થઈ શકે છે. જો કે, આ વખતે કોરોના વાયરસ ની મહામારીના કારણે ગરબાના આયોજન ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *