સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજનો હાલ ૧૭૨મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો. શણગાર, પુજન ,આભિષેક, અર્ચન,અન્નકૂટ મહાઆરતી અને મારુતિ યજ્ઞ જેવા વિશેષ કાર્યકમોની યોજના કરાઈ હતી. આ કાર્યક્રમમાં સાધુ-સંતોએ હાજરી આપી હતી. શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. બોટાદના ખ્યાતનામ યાત્રાધામ સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવ હનુમાન દાદાના દેવાલયમાં આજે હનુમાન દાદાના ૧૭૨માં વાર્ષિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આજથી ૧૭૨ વર્ષ પહેલાં ગોપાળાનંદ સ્વામી દ્વારા સાળગપુર ખાતે હનુમાન દાદાની સ્થાપના કરી હતી. આજના દિવસે દર વર્ષ પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે વહેલા પરોઢથી શણગારના દર્શન, મારુતિ યજ્ઞ, પૂજન, આભિષેક, હનુમાનદાદાનો અન્નકુટ વગેરે જેવા ઘણા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ પાટોત્સવમાં વડતાલના ગાદી પતિ આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદ ઉપસ્થિત રહ્યા હતા. જેમના વડે હનુમાન દાદાની પ્રતિમાને આભિષેક તેમજ છડીનો આભિષેક કરવામાં આવેલ હતો. જ્યારે મંદિર વડે ત્રણ દિવસ માટે કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તે કથાનું સમપાન મંદિરના સંતોની હાજરીમાં કરવામાં આવ્યુ હતુ. તેમજ કોરોનાના પગલે શ્રદ્ધાળુઓ માટે દર્શનની વ્યવસ્થા ઓનલાઈન કરવામાં આવી છે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.